અમેરિકાના વિવિધ કૃષિ બજારો ઝડપી ઉછળ્યા ઘરઆંગણે પણ ભાવ બોટમ આઉટ થવાની આશા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અમેરિકાના વિવિધ કૃષિ બજારો ઝડપી ઉછળ્યા ઘરઆંગણે પણ ભાવ બોટમ આઉટ થવાની આશા

મુંબઈ,  તા. 25 મે 2019, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોમાં નીચા મથાળે હવામાન મક્કમ રહ્યું હતું. ઘટયા ભાવોએ માગ પણ નિકળ્યાના સમાચાર હતા. પામતેલમાં આજે હવાલા- રિસેલ તથા રિફાઈનરીના ડાયરેક્ટ ડિલીવરીના મળીને આશરે ૫૦૦થી ૬૦૦ ટનના વેપાર થયાનું જાણકારોએ જણાવ્યું હતું.

વિશ્વબજારના સમાચાર પણ પ્રોત્સાહક રહ્યા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૨થી ૨૩ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૨૮થી ૩૩ પોઈન્ટ ઉંચકાયો હતો ત્યાં સોયાબીનનો વાયદો ૮૦થી ૮૨ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા.

ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૭૨થી ૯૨ પોઈન્ટ ઉછળ્યો હતો. ચીન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં ફરી ટેરીફ યુધ્ધ શરૂ થયું છે અને આવા માહોલમાં અમેરિકાના ખેડૂતોને નુકસાન થાય નહિં એ માટે આ ખેડૂતોને સપોર્ટ આપવા અમેરિકાની સરકારે આશરે ૧૬ અબજ ડોલરનું બજેટ બનાવ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાંના કૃષી બજારો ઓવરનાઈટ વધી આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકામાં બજારો વધતા ંહવે મલેશિયામાં આવતા સપ્તાહના આરંભમાં પામતેલની બજારો ઉંચા ખુલવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૫૮૮ વાળા રૂ.૫૯૦ રહ્યા હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૫૮૨ વાળા રૂ.૫૮૫ બોલાતા હતા. પામતેલમાં આજે માગ વધતાં રૂ.૫૦૦થી ૬૦૦ ટનના વેપારો થયા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ  રૂ.૫૦૩ વાળા રૂ.૫૦૪ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૦૫૦ના મથાળે અથડાતા રહ્યા હતા.

જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૦૦થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૪૦ રહ્યાના નિર્દેશો હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫ વાળા વધી રૂ.૭૦૭થી ૭૧૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૪ વાળા રૂ.૭૫૬ રહ્યા હતા. દરમિયાન, મગફળીની આવકો ગોંડલ બાજુ આજે સવારે આશરે ૧૨ હજાર ગુણી નોંધાઈ હતી જ્યારે રાજકોટ બાજુ આવી આવકો આશરે ૪૫૦૦ ગુણી નોંધાઈ હતી. ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૨૦થી ૧૦૩૦ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ વાળા રૂ.૭૦૨ તથા રિફાઈન્ડના રૂ.૭૩૪ વાળા રૂ.૭૩૫ રહ્યા હતા.

સનફલાવરના ભાવ રૂ.૭૩૦ તથા રિફાઈન્ડના રૂ.૭૭૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૭૮૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ બોલાતા હતા. અમેરિકામાં હવામાન પ્રતિકૂળ રહેતાં ત્યાં વિવિધ કૃષી વાવેતરને અસર પડયાના પણ સમાચાર હતા. ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ તથા વિશેષરૂપે આયાતી ખાદ્યતેલોના ભાવ આવતા સપ્તાહમાં નીચા મથાળેથી બાઉન્સ બેક થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ૧૦ કિલોના ફરી રૂ.ચાર ઘટી કોમર્શિયલના રૂ.૧૧૮૮, એફએસજીના રૂ.૧૧૯૮ તથા એફએસજી કંડલાના રૂ.૧૧૭૮ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૫૮૧૦ વાળા રૂ.૫૭૯૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે વિવિધ ખોળના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાંથી મળતા સમાચાર મુજબ યુરોપમાં બાયોફયુઅલમાં પામતેલનો વપરાશ ત્યાંના દેશો ઘટાડી રહ્યા છે ત્યારે મલેશિયામાં ઘરઆંગણે પામતેલનો આવો વપરાશ વધારવા મલેશિયાની સરકારે નિર્ણય કર્યાના સમાચાર મળ્યા છે. ભારતમાં હવે આગામી વરસાદની ચાલ પર કૃષી બજારના ખેલાડીઓની નજર રહી છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X4nDK4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages