
અમદાવાદ તા. 27 મે 2019, સોમવાર
સમૂહલગ્નોત્સવ એ આજના સમયની આવશ્યકતા છે, આવા લગ્નોત્સવોથી સમાજના આર્થિક સક્ષમ ન હોય તેવા પરિવારો પણ પોતાના દિકરા-દિકરીના લગ્ન આનંદ સાથે ધામધૂમથી કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ આયોજિત ૧૮માં સમૂહલગ્નોત્સવમાં નવ વિવાહિત દંપતિઓને આશીર્વાદ આપતાં સંબોધી રહ્યા હતા.
લગ્ન એટલે પતિ-પત્નીનું મિલન જ નહિ પણ બે પરિવારનો મિલન છે, તેમ કહી મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, પતિ-પત્ની બન્નેએ એકબીજાના મા-બાપ અને સગાવ્હાલાઓનો આદર કરવો જોઇએ. સમૂહલગ્નોત્સવ થકી સમાજની એકતા અને એક બીજા પ્રત્યે લાગણીનો ભાવ સમાજમાં પ્રસરે છે. આર્થિક ભીડ અનુભવતાં પરિવાર પણ પોતાની દીકરીના લગ્ન સમાજની સમક્ષ ઉત્સાહભેર કરી શકે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રાજય સરકારની કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત દરેક દંપતીને રૂપિયા બે હજારની રકમની સહાય અપાઇ હતી
આ પ્રસંગે સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર, રાજયસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા, કૈયલના મેલડીઘામ રમણમાડી સહિત સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X8hOLO
No comments:
Post a Comment