પ્રસૂતિ બાદ મહિલાના મોતના પગલે એસએસજીમાં પરિવારજનોનો હોબાળો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

પ્રસૂતિ બાદ મહિલાના મોતના પગલે એસએસજીમાં પરિવારજનોનો હોબાળો

વડોદરા,તા.14 મે,2019

શહેરના સયાજી હોસ્પિટલમાં દાખલ સગર્ભાની કસુવાવડ બાદ ગત રાત્રે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવના પગલે મહિલાના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છતાં ડોક્ટરોએ ભુલ છુપાવવા માટે મોત થવા છતાં મહિલાને વેન્ટીલેટર પર રાખી વિવાદથી બચવાનો પ્રયાસ કર્યો છે.

મુળ પાલેજની વતની ૨૫ વર્ષીય કુસુમબેન પરમારનું શહેરના દિવાળીપુરા સ્થિત દેવનગરમાં રહેતા વિપુલભાઈ માયાવંશી સાથે લગ્ન થયું હતું અને તેઓને સંતાનમાં એક પુત્રી છે. તાજેતરમાં કુસુમબેન બીજીવખત ગર્ભવતી બન્યા હતા. તેમની ગત ૨૪મી તારીખે તબિયત ઠીક ના હોઈ પરિવારજનોએ તેમના સારવાર માટે સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લઈ ગયા હતા. તેમના ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા વધુ હોઈ તેમને ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજાદિવસે તપાસમાં ગર્ભસ્થ શિશુનું મોત થયું હોઈ તેમની ડિલીવરી કરીને મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું અને બે દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.  

આ બનાવ અંગે કુસુમબેનના પિયરીયાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે ગર્ભસ્થ શિશુનું મોત થયા બાદ કુસુમબેનના શરીરમાં ઈન્ફેકશન ફેલાયું હતુ પરતું ડોક્ટરોએ તે વખતે સારવારમાં  બેદરકારી દાખવી હતી. ઘરે ગયા બાદ તેમની ફરી તબિયત લથડતા કુસુમબેનને ૫મી તારીખે ફરી ગાયનેક વિભાગમાં દાખલ કરાયા હતા જેમાં તેમના શરીરમાં ઈન્ફેકશન ફેલાયું હોઈ ગર્ભાશયની કોથળી કાઢી નાખવાનું નક્કી કરાયું હતું .ેતમનું ઓપરેશન કરી ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી હતી જેમાં તેમના આંતરડામાં પણ કાણા પડી ગયાની જાણ થતાં સર્જરી વિભાગમાં દ્વારા કુસુમબેનની ફાઈલ મંગાવવામાં આવી હતી. જોકે ગાયનેક વિભાગ દ્વારા ફાઈલ ગેરવલ્લે થઈ જતા તે મળી શકી નહોંતી અને તેના કારણે ઓપરેશનમાં મોડુ થયું હતું. ત્યારબાદ તેમને આઈસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે કોઈ પરિવારજનોને આઈસીયુમાં જોવા કે મળવા દેતા ના હોઈ ગઈ કાલે રાત્રે કુસુમબેનના પરિવારજનોએ આ અંગે ડોક્ટરો સાથે દલીલ કરી હતી જેમાં થોડી વાર બાદ ગત રાત્રે ડોક્ટરોએ કુસુમબેનનું મોત થયું છે તેવુ જણાવ્યું હતું. ડોક્ટરોએ તેમની બેદરકારી છુપાવવા માટે જ કુસુમબેનનું અવસાન થઈ ગયુ હોવા છતાં વેન્ટીલેટર પર રાખ્યા હતા અને તેમની ફાઈલ ગેરવલ્લે થતા ડોક્ટરોએ વિવાદથી બચવા માટે સમય પસાર કર્યો છે. 



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJekz3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages