વડોદરા,તા.14 મે, મંગવાર
વેકેશન તેમજ રજાઓના સમય દરમિયાન ટ્રેનમાં પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને રેલવે ટિકિટોના કાળાબજાર કરતા તત્વો સામે રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી કરી છેલ્લા ચાર મહિનામાં બે ડઝન જેટલા કાળાબજારિયાઓને રેલવેની વિવિધ ટીમોએ ઝડપી પાડયા છે.
ઉલ્લેખનિય છે કે વેકેશનના સમય દરમિયાન ટ્રેનોમાં ઘસારો વધી જતો હોય છે જેના પગલે પ્રવાસીઓ દ્વારા યેનકેન પ્રકારે મુસાફરી માટે ટિકિટ મેળવવા માટે એજન્ટોનો સંપર્ક કરવામાં આવે છે જો કે એજન્ટો દ્વારા પ્રવાસીઓની ગરજ જોઇને ટિકિટની નિર્ધારિત રકમની સામે વધુ રકમ પડાવવવામાં આવે છે. વ્યક્તિગત આઇડીનો ગેરકાયદે ઉપયોગ કરી રેલવે રિઝર્વેશન ઇ-ટિકિટોના બ્લેક કરતા તત્વો પર આઇઆરસીટીસીની મદદથી આરપીએફ દ્વારા ઇલેક્ટ્રોનિક નિરીક્ષણ કરી ૧૧૭૦૦ જેટલી ઇ-ટિકિટોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
રેલવેના નિરીક્ષક, ઉપનિરીક્ષક, સહાયક ઉપનિરીક્ષક તથા અન્ય કર્મચારીઓની સાથે ૧૦ વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી. વડોદરા શહેરના કેટલાંક વિસ્તારો તેમજ ગોધરા, નડિયાદ, આણંદ, ભરૃચ, અંકલેશ્વર જેવા શહેરોમાં આરપીએફ તેમજ વડોદરા વિભાગની વિશેષ ટીમો દ્વારા રેલવે ટિકિટોની કાળાબજારી કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાન્યુઆરીથી એપ્રિલ સુધી ચાર માસના સમયગાળામાં રેલવે ટિકિટોની કાળાબજારી કરતા ૨૨ તત્વોને ઝડપી પાડી તેઓની સામે કેસો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૧૮માં ૧૦૧ કાળાબજારીયાઓની ધરપકડ કરવામાં આવી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E6XYJi
No comments:
Post a Comment