
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.24 મે 2019, શુક્રવાર
ભારતના વડા પ્રધાન પદ માટેના હંમેશાના દાવેદાર, રાજનીતિના માહિર ખેલાડી શરદ પવાર લોકસભા ચૂંટણી ૨૦૧૯માં અલગ રાજનીતિ રમ્યા અને એમની 'રાજ' નીતી રંગ લાવી હોવાનું જાણવા મળે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં માઢામાં વિદ્યમાન સાંસદ શરદ પવારે વિજયસિંહ મોહિતે પાટિલને માઢાની ઉમેદવારી આપી.
પોતે રાજ્ય સભામાં ગયા અને પવારની રાજ્યસભાની મુદત હોવા છતા ૨૦૧૯ની ચૂંટણીમાં માઢાથી ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કર્યો. એજ સમયે શરદ પવારના પ્રપૌત્ર અજીતદાદા પવારના સુપુત્ર પાર્થ પવારે માનળમાં ચૂંટણી લડવાનો ઇરાદો જાહેર કર્યો.
ત્યારે શરદ પવારે પાર્થનો વિરોધ કર્યો અને પોતાની ઉમેદવારી ઘોષિત કરી પણ માઢાની કાર્યકર્તાઓની બેઠકમાં શરદ પવારને શેખર ગોરે સામે અસંખ્ય કાર્યકર્તાઓનો બળવો જોવો પડયો. અને શરદ પવારે માઢાથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને પાર્થએ માવળમાંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું.
બીજી તરફ શરદ પવારની સુપુત્રી બારામતીના મેદાનમાં લડવા માટે ઉભા હતા. આ બધી રાનીતિમાં ગઇકાલે પરિણામ આવતા સુપ્રિયા સુળે બારામતી જેમ તેમ જીત્યા તો ખરા પણ માવળમાં પાર્થ આ શરદ પવારના પ્રપૌત્ર હારી ગયા તેમજ માઢાની એનસીપીની બેઠક પણ ગુમાવવી પડી. વિજયસિંહ મોહિતે પાટિલ અને રણજીતસિંહ મોહિતે પાટિલ રણજીતસિંહ નિંબાળકરના પડખે ઉભા રહ્યા અને માઢામાં કમળ ખીલ્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X4tkrn
No comments:
Post a Comment