આ વખતના મતદાનમાં મહારાષ્ટ્રના 4.72 લાખ મતદારોએ 'નોટા' વિકલ્પ પસંદ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

આ વખતના મતદાનમાં મહારાષ્ટ્રના 4.72 લાખ મતદારોએ 'નોટા' વિકલ્પ પસંદ કર્યો


મુંબઇ તા.24 મે 2019, શુક્રવાર

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીના મતદાનમાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ૪.૭૨ લાખ મતદારોએ 'નન ઓફ ધ અબોવ' (એનઓટીએ-નોટા-અર્થાત ઉપર જણાવેલામાંથી એક પણ ઉમેદવાર નહી) વિકલ્પને તેમનો મત આપતી વખતે પસંદ કર્યો હતો.

કુલ મતદાનની ટકાવારીમાં નોટા વિકલ્પનના મત હિસ્સા (વોટ શેર)નું પ્રમાણ ૦.૯૧ ટકા જેટલું હતું. મહારાષ્ટ્રમાં બીએસપી અને એઆઇએમઆઇએમને મળેલા મત કરતા નોટા મતનું પ્રમાણ અધિક છે. ઉલ્લેખનીય છે કે કુલ મતના ૦.૮૩ ટકા બીએસપીને તથા ૦.૭૪ ટકા મત એઆઇએમઆઇએમને મળ્યા હતા.

લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીઓમાં લગભગ ૪.૩૧ લાખ મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો હતો અને તેનો મત હિસ્સો ૦.૯ ટકાનો હતો.

મહારાષ્ટ્રમાં આ વખતની ચૂંટણીમાં ૮.૮૫ કરોડ રજિસ્ટર્ડ મતદારો પૈકી ૫.૩૭ મતદારોએ મતદાન કર્યું હતું.

મુંબઇના છ લોકસભા મતવિસ્તારોમાં નોટાનો મત હિસ્સો લગભગ ૧.૫ ટકાનો છે. નોટા વિકલ્પને સૌથી વધુ વાયવ્ય મુંબઇ મતક્ષેત્રના મતદારોએ પસંદ કર્યો હતો. આ મતક્ષેત્રના કુલ ૧૭૬૭૮ મતદારોએ નોટા વિકલ્પ પસંદ કર્યો હતો. આવા મતનું પ્રમાણ આ મતવિસ્તારના કુલ મતદાનના ૧.૯૩ ટકા જેટલું છે.

મુંબઇ અને તેની નજીકના વિસ્તારોની લોકસભાની દસ સીટમાં નોટા વિકલ્પને સૌથી અધિક પ્રમાણમાં પાલઘરના મતદાતાઓએ પસંદ કર્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K2ZaBc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages