સુપ્રિયા સુળેનો જીતના બાર કિલો લાડુ મહેસૂલ પ્રધાન ચંદ્રકાંતદાદા પાટિલને ભેટ આપવામાં આવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

સુપ્રિયા સુળેનો જીતના બાર કિલો લાડુ મહેસૂલ પ્રધાન ચંદ્રકાંતદાદા પાટિલને ભેટ આપવામાં આવ્યા


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.24 મે 2019, શુક્રવાર

લોકસભા ચૂંટણી ૨૦૧૯નો પ્રચાર ટોપે પહોંચ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બારામતીની બેઠક સાથે લોકસભાની મહારાષ્ટ્રની ૪૮માંથી ૪૫ બેઠકો જીતવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જ મુખ્ય પ્રધાનના વિશ્વાસુ  નિકટના સાથી ચંદ્રકાંતદાદા પાટિલે એક પગલું આગળ વધાવતા બારામતીમાં કમળ ખીલશે અને સુપ્રિયા સૂળેને હરાવીને કાંચન કુલ જીતશે તેમજ હું ગુલાલ ઉડાડીને વિજ્યોત્સવ મનાવવા બારામતીમાં આવીશ એવી જાહેરાત કરી હતી.

ગઇકાલના મતગણતરીમાં સુપ્રિયા સુળે કરતા અમુક સમય કાંચન કુલ  લીડ લેતા હતા. પણ આખરે સુપ્રિયા સુળેએ કાંચન કુલને ૧ લાખ ૫૫ હજાર મતની લીડથી હરાવીને જીત હાસિલ કરી ત્યારે આજે સુપ્રિયા સુળેના કાર્યકર્તાઓએ ચંદ્રકાંતદાદાનો પડકાર સ્વીકાર્યો અને બારામતીની જીતના ૧૨ કિલો લાડુ ચંદ્રકાંતદાદાને ભેંટ કરવાનો નિર્ધાર કર્યો.

આજે પ્રવીણ શિંદે, યશવંત કોકમ, વિશાલ જાધવ આ કાર્યકર્તા બાર કિલો લાડુ લઇને કોલ્હાપુર ગયા અને ચંદ્રકાંત દાદા પાટિલને એ ભેંટ આપ્યા. ચંદ્રકાંતદાદાએ એનો સ્વીકાર કર્યો. દાદાએ હસીને આ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું તેમજ મને શુગર હોવાથી હું લાડુ ખાતો નથી એમ કહ્યું. પણ આગ્રહ બાદ એક લાડુ જેમતેમ ખાધો અમે સુપ્રિયા તાઇને મારો સારો સંબંધ છે, આવતા મહિને હું એમને ત્યાં ચા પીવા માટે જરૂર આવીશ એવું આશ્વાસન આપ્યું. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ew6eTx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages