રકુલ પ્રીત સિંઘ સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

રકુલ પ્રીત સિંઘ સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ

મુંબઇ તા.27 મે 2019 સોમવાર

અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર અનેક લોકો દ્વારા ટીકાનું નિશાન બની હતી અને એને સતત ટ્રોલ કરવામાં આવી હતી.

બન્યું એવું કે એણે સોશ્યલ મિડિયા પર એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો જેમાં એણે જિન્સનું પેન્ટ પહેર્યું હતું. પેન્ટની ઝીપ અને બટન્સ ખુલ્લાં હતાં એટલે રકુલ પ્રીત સિંઘની નાભિ ખુલ્લી દેખાવા ઉપરાંત આ ફોટોગ્રાફ અરુચિકર દ્રશ્ય સર્જતો હતો એવું અનેક લોકોને લાગ્યું હતું. એ લોકોએ રકુલને ટ્રોલ કરી હતી કે આ કઇ જાતનો પોષાક પહેર્યો છે ? સુરુચિભંગ કરે એવો આ ફોટોગ્રાફ છે... આવો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂકવો ન જોઇએ.

જો કે રકુલના ચાહકોને આ ફોટોગ્રાફ ગમ્યો હતો અને બોલ્ડ લાગ્યો હતો. એ બધાએ રકુલને એની હિંમત માટે બિરદાવી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6ZAOm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages