
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
વોટ્સએપની લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી. ભારતમાં જ નહીં પરંતુ વોટ્સએપ વિશ્વભરના દેશોમાં લોકપ્રિય છે. વોટ્સએપની આદત એવી લાગી છે લોકોને કે થોડા ટાઈમ માટે પણ જો વોટ્સએપ બંધ હોય તો ચિંતા થઈ જાય છે. દિવસ દરમિયાન હજારો વખત આપણે વોટ્સએપ ચેક કરીએ છીએ. તેવામાં જો વોટ્સએપ કાયમ માટે બ્લોક થઈ જાય તો ? છે ને ચિંતાજનક વાત, જી હાં વોટ્સએપ યૂઝર જો થોડી પણ બેદરકારી રાખે તો તેમનું વોટ્સએપ બંધ થઈ શકે છે.
મોબાઈલ પર વોટ્સએપનો ઉપયોગ કરતાં લોકોને ટેમ્પરરી બેન્ડ તેવો મેસેજ આવતો હશે. આ મેસેજ મળવાનો અર્થ છે કે યૂઝરએ વોટ્સએપના ઓફિશિયલ વર્ઝનના બદલે અનસપોર્ટેડ વર્ઝન ડાઉનલોડ કરી લીધું છે. જે યૂઝરને આ મેસેજ મળે તે જો વોટ્સએપનું ઓફિશિયલ વર્ઝન તુરંત ડાઉનલોડ ન કરે તો તેનું વોટ્સએપ અકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે. વોટ્સએપ પ્લસ, જીબી વોટ્સએપ જેવા અનસપોર્ટેડ એપ વોટ્સએપનું પ્રતિરૂપ છે. જેને થર્ડ પાર્ટીએ ડેવલપ કર્યા છે અને તે સેવા શરતોનું ઉલ્લંઘન કરે છે. વોટ્સએપ આ થર્ડ પાર્ટી એપને સપોર્ટ કરતું નથી. કારણ કે તે બરાબર રીતે સિક્યોરિટી પ્રેક્ટિસને લાગૂ કરતા નથી.
ઓફિશિયલ વોટ્સએપ પર સ્વિચ થવા માટે સૌથી પહેલા યૂઝરએ પોતાની ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લેવું અને ત્યારબાદ ચેક કરવું કે તમે વોટ્સએપનું કયું વર્ઝન ડાઉનલોડ કર્યું છે. અનઓફિશિયલ એપ વિશે જાણવા માટે વોટ્સએપમાં More Options > Settings > Help > App info પર ચેક કરવું. જો તમે ઓફિશિયલ એપ સિવાય અન્ય કોઈ એપ યુઝ કરી રહ્યા હોય તો તેને અનઈસ્ટોલ કરી અને ઓફિશિયલ વોટ્સએપ ડાઉનલોડ કરી લેવું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7bXT5
No comments:
Post a Comment