મુંબઇ તા.27 મે 2019 સોમવાર
મોખરાની અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ ગેમ ઓવરમાં મેં જે પાત્ર ભજવ્યું એવું પાત્ર અગાઉ કદી ભજવ્યું નહોતું એટલે મારે સારી એવી માનસિક તૈયારી કરવી પડી હતી.
આ ફિલ્મમાં તાપસી સતત ડરતી અને ખાસતો નીક્ટોફોબિયા (અંધારાથી ડરતી )નો ભોગ બનેલી યુવતીનો રોલ કર્યો છે. એણે કહ્યું કે અગાઉ આ પ્રકારનો રોલ મેં કદી ભજવ્યો નથી એટલે એની તૈયારી મારે સારી એવી કરવી પડી હતી. આવો રોલ ભજવવાનું સહેલું નથી. તમે જે સંવેદના અનુભવી નથી એ પરદા પર રજૂ કરવાની આવે ત્યારે તમારે અલગ પ્રકારની તૈયારી કરવી પડે. અભિનયમાં શારીરિક હિલચાલની તૈયારી કરવી બહુ મુશ્કેલ નથી પરંતુ માનસિક વ્યાધિ કે વ્યગ્રતાનો અભિનય કરવા માટે સારી એવી તૈયારી કરવી પડે.
'ખાસ કરીને કોઇ ગંભીર દુર્ઘટના પછી વ્યક્તિના ચિત્તમાં એ પ્રકારની ઘટનાઓ વિશે ડર પેસી જાય છે. એ ડરમાંથી મુક્ત થવાનું કામ ખાસ્સું મુશ્કેલ છે. આવા પાત્રને પરદા પર રજૂ કરવા માટે તમારે આવા મનોવ્યાધિનો ભોગ બનેલી વ્યક્તિઓ વિશે જાણવું પડે, એમના મેનરીઝમને સમજવું પડે અને ત્યારબાદ તમારે એ પાત્રમાં ઊતરીને એને કેમેરા સામે રજૂ કરવાનું હોય. આ પાત્ર ભજવ્યા પછી એમાંથી બહાર આવતાં મને સારો એવો સમય લાગ્યો હતો' એમ તાપસીએ ઉમેર્યું હતું. Bollywood news in Gujarati
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HDuogL
No comments:
Post a Comment