ખિસ્સાકાતરુઓએ કિશોરને લૂંટી લીધા બાદ ચાલુ ટ્રેને ફેંકી દઈ કરેલી હત્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ખિસ્સાકાતરુઓએ કિશોરને લૂંટી લીધા બાદ ચાલુ ટ્રેને ફેંકી દઈ કરેલી હત્યા

વડોદરા,તા.14 મે,2019

દહેરાદુન એક્સપ્રેસમાં બેસીને પોતાના વતનમાં જઈ રહેલા શ્રમિક યુવકને ગત રાત્રે ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ લૂંટી લીધા બાદ સમલાયા પાસે ટ્રેન ધીમી પડતા જ તેને ધક્કો મારીને ચાલુ ટ્રેને ફેંકી દીધો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનો એક પગ કાપી નાખી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તેનું સાંજે મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના ભુરાતલાવ ગામનો વતની ૧૬ વર્ષીય વિજય રમણભાઈ સિમલિયા છેલ્લા કેટલાક સમયથી મુંબઈ પાસે પાલઘર ખાતે નવા બંધાતા મકાનની સાઈટ પર મજુરી કામ કરતો હતો. ગઈ કાલે તેણે તેના શેઠ પાસેથી ૫ હજાર રૃપિયા લીધા હતા અને તે  દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને તેના ઘરે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન રાત્રે આઠેક વાગ્યાના અરસામાં તેની સાથે જનરલ કોચમાં બાજુમાં બેઠેલા ખિસ્સાકાતરુઓએ તેના ખિસ્સામાંથઈ પાંચ હજાર રૃપિયા ખિસ્સુ કાપીને કાઢી લીધા હતા. આ બનાવની જાણ થતાં તેને તકરાર થતાં ખિસ્સાકાતરુઓએ તેને સમલાયા પાસે ટ્રેન ધીમી પડતા જ ચાલુ ટ્રેને ધક્કો મારીને બહાર ફેકીં દીધો હતો.

દરમિયાન ચાલુ ટ્રેને બહાર પટકાતા તેનો ડાબો પગ ટ્રેક પર પડતા તેની પર ટ્રેનના પૈડા ફરી વળ્યા હતા. આ બનાવની જાણ થતાં સમલાયા સ્ટેશન માસ્તરે તુરંત રેલવે પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત વિજયના લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. તેના ડાબા પગમાં ગંભીર ઈજાઓ હોઈ ડોક્ટરોને તે પગ કાપવાની ફરજ પડી હતી. જોકે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં આજે સાંજે ેતનું મોત નીપજ્યું હતું. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિજયે તેને ખિસ્સાકાતરુઓએ ખિસ્સુ કાપીને પૈસા કાઢીને ચાલુ ટ્રેને ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું. રેલવે પોલીસે હાલમાં આ બનાવની અકસ્માતે મોતના બનાવની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

કિશોરે કહ્યું મને ફેંકી દીધો જયારે રેલવે પોલીસનું તે અકસ્માતે પડી ગયાનું રટણ 

વડોદરા,તા.14 મે,2019

 કિશોરની ચાલું ટ્રેને બહાર ફેંગોળી દઈને હત્યા કરવામાં આવી હોવા છતા રેલવે પોલીસે આ બનાવ હત્યાનો નથી પરંતું અકસ્માતે નીચે પડી જતા બન્યો હોવાનું જણાવ્યું હતું.

ઈજાગ્રસ્ત વિજયને સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તેણે મિડિયા સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે તેના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા બાદ ખિસ્સાકાતરુઓએ તેને ચાલું ટ્રેને ફેંકી દીધો હતા. જોકે  રેલવે પોલીસે આ બનાવ સંદર્ભે એવો બચાવ કર્યો હતો કે વિજય ટ્રેનમાં દરવાજા પાસે બેઠો હતો અને ડબ્બામાં ભીડ વધુ હોઈ તે અકસ્માતે નીચે પડયો હતો. દરમિયાન આજે સાંજે વિજયનું મોત થયાની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે આ બનાવની વિજયના પરિવારજનોને જાણ કરતા તેઓ અત્રે આવવા માટે નીકળી ગયા છે. જયારે રેલવે પોલીસ પણ આજે રાત્રે વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે અમદાવાદ જવા રવાના થઈ હતી. 



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WFbevY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages