વડોદરા,તા.14 મે,2019,મંગળવાર
દેશના અર્થતંત્રને પાયમાલ કરતા જાલીનોટોના ધૂમ વેપારમાં વડોદરાની જુદી જુદી બેન્કોના ભરણામાં ત્રણ વર્ષના ગાળા દરમિયાન રૃા.૧૩.૩૪ લાખની જાલીનોટો મળી આવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરા શહેરના બજારોમાં પણ ધૂમ જાલી નોટો ફરી રહી છે.બેન્કોના ભરણામાં આવેલી જાલીનોટો અંગે બેન્કો દ્વારા પોલીસને પત્ર લખી જાણ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વડોદરાની જુદી જુદી રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેન્કોમાં જૂન-૨૦૧૬ થી અત્યાર સુધીના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રૃા.૫૦૦ અને ૧ હજારની જૂની નોટો ઉપરાંત નવી ચલણમાં મુકાયેલી રૃા.૨૦૦,૫૦૦ અને ૨ હજારની જાલીનોટો પણ મળી આવી છે.
કુલ રૃા.૧૩.૩૪ લાખની કિંમતની જાલી નોટો બેન્કોએ કબજે લઇ તપાસ કરવા માટે પોલીસને જાણ કરતાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાલીનોટોની તપાસમાં પોલીસે હજી સુધી કાંઇ જ ઉકાળ્યુ નથી
જાલીનોટો મળી આવવાના કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદો નોંધાય છે અને એસઓજી તેની તપાસ કરે છે.પરંતુ છેલ્લા ૧૫ વર્ષના ગાળામાં પોલીસે આવી ફરિયાદોમાં કાંઇ જ ઉકાળ્યું નથી.
બેન્કોના ભરણામાં મળી આવતી જાલીનોટોના કિસ્સામાં વર્ષોની પરંપરા મુજબ બેન્કો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે.આ ફરિયાદોની તપાસને પણ કોઇ વિશેષ મહત્વ આપવામાં આવતું નથી.
છેલ્લા પંદર વર્ષ દરમિયાન આવા ગુના પોલીસે ડિટેક્ટ કર્યા હોય તેમ બન્યું નથી.આમ છતાં ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત ફરિયાદને બળાત્કાર અને સગીરને લગતા કેસની જેમ સેન્સિટિવ ગણી ઓનલાઇન નહીં મુકતાં આશ્ચર્ય ફેલાયું છે.
કયા દરની કેટલી જાલીનોટો મળી
કયા દરની નોટ નંગ કિંમત
૫૦૦(જૂની) ૫૩૬ ૧,૮૪,૫૦૦
૧૦૦૦(જૂની) ૫૧૫ ૫,૧૫,૦૦૦
૨૦૦૦ ૨૬૧ ૫,૨૨,૦૦૦
૫૦૦ ૧૫૨ ૭૬,૦૦૦
૨૦૦ ૧૪ ૨,૮૦૦
૧૦૦ ૩૩૨ ૩૩,૨૦૦
૫૦ ૧૦ ૫૦૦
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EbePed
No comments:
Post a Comment