વાવાઝોડાને લીધે સુરતથી કોલકત્તા માટેની બે ફ્લાઇટ રદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

વાવાઝોડાને લીધે સુરતથી કોલકત્તા માટેની બે ફ્લાઇટ રદ


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 મે 2019, શુક્રવાર

 ફાની વાવાઝોડાને કારણે સુરતથી કલકત્તા માટેની બે ફ્લાઈટો આજે રદ કરવામાં આવી હતી. સુરતથી કોલકત્તા માટે સાંજે સવા પાંચ વાગ્યે અને તે પહેલા સવારે સાડા અગિયાર વાગે ફ્લાઈટો ઉપડે છે.જ્યારે કોલકાતાથી સુરત માટેની બે પૈકીની રાતની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

 માહિતી અનુસાર, સુરતથી સવારે સાડા અગિયાર અને સાંજે સવા પાંચ વાગ્યે ઉપડતી આજની બન્ને ફ્લાઇટ વાવાઝોડાના કારણે રદ કરવાનો નિર્ણય એરલાઇન્સ કંપની લીધો હતો. ફ્લાઈટ રદ કરવામાં આવતા પ્રવાસીઓને રિફંડ આપવામાં આવ્યું હતું.તો કેટલાક પ્રવાસીઓને અન્ય દિવસના પ્રવાસનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

તેવી જ રીતે કોલકાતાથી સુરત માટે ઉપડતી બે ફ્લાઇટ પૈકી બપોરની ત્રણ વાગ્યાની ફ્લાઇટ સુરત આવી હતી. જ્યારે રાત્રિના નવ વાગ્યે આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.




from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMCknC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages