મિલેનીયમ માર્કેટમાં ચોરીનો પ્રયાસ કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરીત પકડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

મિલેનીયમ માર્કેટમાં ચોરીનો પ્રયાસ કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરીત પકડાયા


(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 13 મે  સોમવાર

સુરતના રીગંરોડ વિસ્તારમા આવેલી મિલેનીયમ ટેક્સટાઈલ માર્કેટની દુકાનોના તાળા ડુપલીકેટ ચાવીથી ખોલીને ચોરી કરવાનો ગુનો પોલીસે ગણતરીના દિવસોમા ંજ ઉકેલી દીધો હતો.  ગુનો બન્યો તે જગ્યાના સીસી કેમેરાના ફુટેજ નબળા હોવાથી પોલીસે ગુનો બાતમીદારની મદદથી ઉકેલી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતને ગાંધીનગર પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

સુરતના રીગંરોડ વિસ્તારની મિલેનીયમ માર્કેટમાં ગત ૯ મેના રોજ પહેલા માળે બે દુકાનમાં ડુપલીકેટ ચાવીથી તાળા ખોલીને  દુકાનાંથી સાડીનો માલ અને પોટલા લઈ જવાતા હતા. દરમિયાન સ્થાનિક સિક્યુરીટી આવી જતાં ચોરી કરવા આવનારા પોટલા મુકીને ફરાર થઈ ગયાં હતા.  આ અંગે સલાબતપુરા પોલીસ મથકે ગુનો નોંધી ગુનાવાળી જગ્યા પાસેના કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા. પણ તેમાં વિઝન ઝાંખું હોવાથી આરોપી ઓળખાતા નહોતા. તેથી પોલીસે બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં ચોરીમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગના બે સાગરીતને ગાંધીનગર પાસે ચીલોડા સર્કલ પરથી ઝડપી લીધા હતા.

ગેંગના બે સાગરીત ઇન્દરલાલ ભીમશંકર જોષી (ઉ.વ-૩૦, ઘર નં-૩૦૧, ચામુંડા એપાર્ટમેન્ટ, અમરતનગર, હરીનગર, ઉધના, મૂળ વતન-રાવલીયા ખુર્દ તા.ગોગુંદા, ઉદયપુર, રાજસ્થાન) અને જીતેન્દ્ર ઉર્ફે જીતું  જગદીશભાઈ જોષી  (ઉ.વ. ૨૩ ધંધો બેકાર, રહે. ૭૩૧ નક્ષત્ર સોસાયટી, કડોદરા બારડોલી રોડ, કડોદરા, સુરત મુળ વતન માદરડા, તા. ગોગુંદા, જિલ્લા ઉદયપુર, રાજસ્થાન) ચીલોડા સર્કલ પર પાઉંભાજીની હોટલની બાજુમાં રોકાયા હોવાની બાતમી મળતા ટીમ બનાવીને વોચ ગોઠવી બંનેને પકડી લેવાયા હતા.

પોલીસ પુછપરછમાં બંનેએ જણાવ્યું કે, મિલેનીયમ માર્કેટની દુકાનોની ડુપ્લીકે ચાવી સહ આરોપી ઉમેશ ભિમશંકર જોષીએ બનાવી હતી. અને ધનરાજ તથા મુકેશે ડુપલીકેટ ચાવીથી દુકાનના  શટર ખોલ્યા હતા. સાડી પોટલામાં બાંધીને લઈ જવાના હતા દરમિયાન સિક્યુરીટી આવી જતાં  બધા ભાગી ગયાં હતા. અને સાઈ દર્શન માર્કેટ પાસે આ બન્ને અને ઈન્દર તથા ઉમેશ ભેગા થઈને રીક્ષામાં ઘરે જતાં રહ્યા ંહતા. પોલીસે ગેંગના અન્ય સાગરીતોને પકડવા કવાયત આરંભી છે. પકડાયેલો જીતુ જોષી અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઇ ચુકયો છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VqsNyF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages