
વાપી, તા. 13 મે 2019, સોમવાર
દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી કંપનીના વેરહાઉસ (ગોડાઉન)માં સોમવારે સવારે અચાક આગ સળગી ઉઠતા બાજુમાં આવેલી કંપનીના ગોડાઉન અને અન્ય કંપનીનો શેડ પણ લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના ધુમાડા દુર-દુર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નજીકમાં આવેલી ચાલીમાં રહેતા રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. લાશ્કરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત અને ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર દમણના ડાભેલ વિસ્તારમાં આવેલી રીટા ઈન્ટરનેશનલ કંપનીના વેરહાઉસ (ગોડાઉન)માં સોમવારે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત-જોતામાં આગે બાજુમાં આવેલી રીટા ઈન્ડ. કંપનીના ગોડાઉનને પણ લપેટમાં લીધુ હતું.
આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં અન્ય એક ક્રિએટીવ ગારમેન્ટસ કંપનોનો શેડ પણ લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. આગના ધુમાડા દુર-દુર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘટનાને પગલે વાપી, દમણ, સેલવાસ, સરીગામ સહિતના ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ ત્રણેય કંપનીની બિલ્ડીંગમાં પહોંચે તે પહેલા ભારે જહેમત ઉઠાવી વેરહાઉસમાં લાગેલી આગને ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. આગને પગલે કંપનીની નજીકમાં આવેલી ચાલીમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પણ શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, રવિવારે મળસ્કે દમણના ડાભેલ ખાતે આવેલી ક્રિએટીવ ગારમેન્ટ કંપનીના યુનિટ-૫ના બિલ્ડીંગના બીજા માળે આગ લાગી હતી.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30eEoEo
No comments:
Post a Comment