કારખાના મેનેજર રૂા.29.60 લાખના હીરા સેરવી રફુચક્કર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

કારખાના મેનેજર રૂા.29.60 લાખના હીરા સેરવી રફુચક્કર


- કટીંગ માટે આપેલા કુલ ૧૭૯૭ કેરેટ રફ હીરાના ટુકડા કરીને તેમાંથી ૬૭૨ કેરેટ હીરા લઇને ભાગી ગયો

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 13 મે 2019, સોમવાર

સુરતના મહીધરપુરા હીરાના કારખાનામાં મેનેજરે આપેલા હીરામાંથી કેટલોક જથ્થો સગેવગે કરી દીધો હતો. ટુકડે ટુકડે મેનેજર દ્વારા ૨૯.૬૦ લાખ રૂપિયાના હીરાની ચારી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકે નોંધાઈ છે.

સુરતના દિલ્હીગેટ બેલ્જીયમ ટાવરના નવમા માળે ઈટાલીયા એક્ષપોર્ટ નામની હીરાની પેઢી આવી છે. આ હીરાની પેઢીમાં ક્લીનીગ વિભાગમા મેનેજર તરીકે જયેશ દેવરાજ બોદરા ( રહે.  ૯૩ સરીતા સોસાયટી, ચીકુવાડી નાના વરાછા, સુરત, મુળ રહે.  પચ્છે, તા. ગારિયાધાર, જિ. ભાવનગર) કામ કરે છે. હીરાની પેઢીના માલિક વલ્લભભાઈ ઈટાલિયાના તેની કામગીરી પર વિશ્વાસ હતો તેથી કામગીરી તેની જવાબદારીથી સોંપતા ંહતા. 

વલ્લભાઈએ જયેશને કટીંગ માટે ૧૭૯૭ કેરેટનો કાચો માલ આવ્યો હતો. આ રફ હીરાના ટુકડા કરીને ૬૭૨.૯૦ કરેટના હીરા સગેવગે કરી દીધા હતા.  ૨૯.૬૦ લાખ રૂપિયાના હીરા જમા કરાવાવના બદલે તે ટુકડે ટુકડે લઈને પલાયન થઈ ગયો હતો.  આ અંગેની જાણ માલિક ઈટાલીયાને થતાં તેઓએ મેનેજર વિરૂધ્ધ મહિધરપુરો પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30jGfHV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages