અમિતાભ બચ્ચનની દોહિત્રીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અમિતાભ બચ્ચનની દોહિત્રીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું

નવી દિલ્હી /મુંબઇ તા.27 મે 2019 સોમવાર

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી અને નંદા પરિવારની લાડકી પુત્રી અગસ્ત્યાએ તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર બચ્ચન પરિવારે એને હાર્દિક અભિનંદન આપ્યા હતા. 

અગસ્ત્યાને વધાઇ આપવા એની માતા શ્વેતા બચ્ચન-નંદા અને બહેન નવ્યા નવેલી વિદેશની ધરતી પર પહોંચી ગયાં હતાં. સોશ્યલ મિડિયા પર શૅર કરાયેલા ફોટોગ્રાફમાં અગસ્ત્યા સફેદ શર્ટ અને ગ્રે શૂટમાં દેખાય છે જ્યારે નવ્યા નવેલી શોર્ટસ્માં સજ્જ દેખાય છે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નવી દિલ્હી સ્થિત નંદા પરિવારની પુત્રવધૂ છે. એની સાસુ રિતુ નંદા વાસ્તવમાં રાજ કપૂરની મોટી પુત્રી છે. આમ અમિતાભ બચ્ચન અને કપૂર પરિવાર એકમેકના સંબંધી છે. 

સોશ્યલ મિડિયા પર શૅંર કરાયેલા અન્ય ફોટોગ્રાફમાં શ્વેતા અગસ્ત્યાના સૂટ પર ફૂલ લગાડતી દેખાય છે. અભિષેક બચ્ચને પણ શ્વેતા પુત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

રિતિક રોશને પણ અગસ્ત્યાને અભિનંદનનો સંદેશો મોકલ્યો હતો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wp6PQR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages