મુંબઇ તા.27 મે 2019 સોમવાર
કોમેડી ફિલ્મોમાં પોતાની આગવી કેડી કંડારી ચૂકેલા અભિનેતા રિતેશ દેશમુખે તાજેતરમાં પોતાના પિતા સદ્ગત વિલાસરાવ દેશમુખને યાદ કર્યા હતા.
મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બે મુદત સુધી રહેલા અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં હોદ્દો ભોગવવા ગયેલા વિલાસરાવનો તાજેતરમાં બર્થ ડે ગયો. એ દિવસે રિતેશે સોશ્યલ મિડિયા પર લખ્યું, તમે ખૂબ યાદ આવી રહ્યા છો પપ્પા...
રિતેશની પત્ની જેનેલિયાએ પોતાની વિશિષ્ટ રીતે વિલાસરાવને શ્રદ્ધાંજલિ અર્પતાં લખ્યું હતું કે આપણને ખૂબ વ્હાલી વ્યક્તિ કદી આપણને છોડીને જતી નથી. એ સતત રોજે રેાજ આપણી સાથે હોય છે. માત્ર દેખાતી નથી, એનો કંઠ સંભળાતો નથી. પરંતુ એ વ્યક્તિ સતત આપણી સાથે હોય છે અને આપણને પ્રેરણા આપતી રહે છે.
જેનેલિયાએ સદ્ગત વિલાસરાવનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ પણ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. ૨૦૧૨ના ઑગષ્ટની ૧૪મીએ વિલાસરાવનું નિધન થયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2McN2QP
No comments:
Post a Comment