હું ચૂપચાપ એ બધાંના એકાઉન્ટ પર નજર નાખતો રહું છું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

હું ચૂપચાપ એ બધાંના એકાઉન્ટ પર નજર નાખતો રહું છું

મુંબઇ તા.27 મે 2019 સોમવાર

મોખરાના અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે હું ચૂપચાપ દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટના સોશ્યલ મિડિયા પરના એકાઉન્ટ પર નજર નાખતો રહું છું.

એક સમયે રણબીર કપૂરનો દીપિકા અને કેટરિના સાથે અફેર ચાલતો હતો. કેટરિના સાથે તો એ એક અલગ ફ્લેટમાં લીવ ઇન રિલેશનશીપથી પાંચેક વર્ષ સાથેે પણ રહ્યો હતો.  

હાલ એનો અફેર આલિયા ભટ્ટ સાથે ચાલી રહ્યો છે. આ બંને ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે કરી રહ્યાં છે. રણબીર પોતે સોશ્યલ મિડિયા પર સક્રિય નથી. એ સોશ્યલ મિડિયા પર એકાઉન્ટ ધરાવતો નથી. પરંતુ એણે કહ્યું કે હું દીપિકા, કેટરિના અને આલિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખી લેતો હોઉં છું. દીપિકાના પતિ રણવીર સિંઘનો એકાઉન્ટ પણ જોઇ લઉં છું.

રણબીર કપૂર પોતે કે એની પિતરાઇ બહેન કરીના કપૂર સોશ્યલ મિડિયા પર એકાઉન્ટ ધરાવતાં નથી. જો કે અરબાઝ ખાનના ટીવીચેટ શોમાં કેટરિનાએ કહ્યંુ હતું કે રણબીર કપૂર ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે. જો કે એ વચ્ચે વચ્ચે એકાઉન્ટ બંધ પણ કરી દે છે. એની પાસે બે જુદા જુદા એકાઉન્ટ છે, મારી (કેટરિના ) પાસે બીજો કોઇ એકાઉન્ટ નથી.

રણબીર એક ઇવેન્ટમાં બોલી રહ્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QpSOx7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages