રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ફરી રૂપેરી પડદે સાથે જોવા મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ફરી રૂપેરી પડદે સાથે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 મે 2019, મંગળવાર

રણવીર સિંહ અને દીપિકા પદુકોણની જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળે તેવી શક્યતા છે. ક્રિકેટર કપિલ દેવ પર ફોકસ કરતી આ ફિલ્મમાં દીપિકાએ કામ કરવાની હા પાડી  હોવાનું મનાય  છે. 

આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યુ હતુ કે, '' દીપિકાને કબીર ખાનની ફિલ્મ '૮૩' માટે ફાઇનલ કરવામાં આવી છે. આ ફિલ્મ સાલ ૧૯૮૩માં ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ મળ્યાની જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મમાં અન્ય એક સ્ટાર કાસ્ટ પણ છે અને હવે દીપિકાએ પણ આ ફિલ્મ માટે હા પાડી છે. 

આ ફિલ્મમાં દીપિકા રણવીર સિંહના પાત્રની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાના પાત્રમાં જોવા મળશે. જ્યારે કપિલ દેવની ટીમ રમી રહી હતી, ત્યારે સતત વિકેટો પડવાથી કપિલની પત્ની સ્ટેડિયમ છોડીને જતી રહી હતી. પછીથી રમતની બાજી પલટાતા ભારત જીતી રહ્યું છે તે જાણતાં જ તે ફરી સ્ટેડિયમાં પાછી ફરી હતી. ફિલ્મનો આ હિસ્સાને સંવેદનશીલતાપૂર્વક  શૂટ કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મમાં બન્ને વચ્ચે પતિ-પત્ની અને તેમના સંબંધ વિશે દાખવવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vXsErZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages