અજય દેવગણ અને રણબીરની રોમ-કોમ ફિલ્મમાં તબુ અને દીપિકાને સાઇન કર્યાની અટકળ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

અજય દેવગણ અને રણબીરની રોમ-કોમ ફિલ્મમાં તબુ અને દીપિકાને સાઇન કર્યાની અટકળ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 મે 2019, મંગળવાર

અજયદેવગણ અને રણબીર કપૂરે દિગ્દર્શક લવ રંજનની આગામી ફિલ્મ માટે હાથ મેળવ્યા છે. આ ફિલ્મને આવતા વરસે રિલીઝ કરવાની યોજના છે. જોકે હાલ રણબીરે અને અજયે જણાવ્યુ ંહતું કે, આ ફિલ્મને ૨૦૧૨૧માં રિલીઝ કરવામાં આવશે. 

ફિલમ સાથે જોડાયેલા સૂત્રો  પ્રમાણે,  અજયદેવગણ અને રણબીર કપૂરની આ ફિલ્મ માટે હિરોઇનની પસંદગી થઇ ગઇ છે. ડાયરેકટર લવ રંજને રણબીરની ઓપોઝિટ દીપિકા પદુકોણ અન ેઅજય દેવગણ સાથે તબુને સાઇન કરવાનો નિર્ણય લીધો  છે. જોકે આ વાતની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

રણબીર અને દીપિકાની જોડીને દર્શકોએ છેલ્લે ઇમ્તિયાઝ અલીની 'તમાશા'માં જોઇ હતી. આ જોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પ્રોફિટેબલ જોડીમાં માનવામાં આવે છે. 

અજય દેવગણ અને તબુએ ૯૦ના દાયકાથી ઘણી ફિલમો કરી છે. બન્ને ' દે દે પ્યાર દે'માં પણ સાથે જોવા મળશે. આ બન્નેની કેમેસ્ટ્રીનો દર્શકો ભરપુર આનંદ માણતા હોવાથી લવ રંજને તેમને આગામી ફિલ્મમાં સાઇન કર્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LHClp7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages