ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મથી ચકચાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

ભાવનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મથી ચકચાર



ભાવનગર, તા.23 મે 2019, ગુરૂવાર

ભાવનગરમાં સગીરાને પીંખી નાંખવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરાનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર આવેલી એક વાડીમાં લઈ જઈ ૬ થી ૭  શખસોએ હવસનો શિકાર બનાવતા આફતગ્રસ્તે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે દુષ્કર્મ ગુજારનાર ત્રણ શખસને પોલીસે ઝડપી લીધા હતા.

ઘોઘા રોડ પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો અંકિત પ્રવીણભાઈ મેર, પ્રકાર ઉર્ફે ડગી બારૈયા સહિતના શખસો ગત તા.૨૫-૪ના રોજ બપોરના ૧-૩૦ કલાકના અરસામાં એક સગીરાને તેણીના ઘર પાસેથી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી એરપોર્ટ રોડ, ગોકુળનગરમાં આવેલી વાડીમાં લઈ ગયા હતા. જ્યાં સગીરાને ગોંધી રાખી તા.૨૫-૪થી તા.૨૮-૪ના સમયગાળા દરમિયાન ત્રણેય શખસ ઉપરાંત તેના અન્ય ત્રણથી ચાર જેટલા મિત્રોએ આવી સગીરા સાથે વારાફરતી દુષ્કર્મ આચરી તેણીને મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે આફતગ્રસ્ત સગીરાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એસ.સી/એસ.ટી. સેલના ડિવાયએસપી સૈયદે આગળની તપાસ હાથ ધરી અંકિત મેર, પ્રકાશ બારૈયા અને શિવા નામના શખસની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખસને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું તપાસનીસ અધિકારી એ.એમ.સૈયદે માહિતી આપતા જણાવ્યું હતું.



from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QlMVRg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages