વડોદરા,તા,4,મે,2019શનિવાર
બ્યૂટીપાર્લર ચલાવતી મહિલાએ ઉછીના આપેલા બે લાખ રૃપિયાની પરત ચૂકવણી માટે આરોપીએ આપેલો ચેક રિટર્ન થયો હતો. કોર્ટે આરોપીને બે વર્ષની કેદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગોત્રી જયબજરંગ સોસાયટીમાં રહેતા પીયૂષબેન ભટ્ટ બ્યૂટીપાર્લરનો ધંધો કરે છે. તેમના ભાગીદાર કમલેશભાઇના ખાસ મિત્ર હાર્દિક ઘનશ્યામભાઇ પંચાલ (રહે. સંતોષ વાડા જી. વડોદરા)ને બે લાખ રૃપિયા રોકડા હાથઉછીના આપ્યા હતા. જેની પરત ચૂકવણી માટે આરોપીએ આપેલો બે લાખ રૃપિયાનો ચેક રિટર્ન થતા પીયૂષબેન ભટ્ટે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ.આર. પાઠકે આરોપીને કસુરવાર ઠેરવીને બે વર્ષની કેદ તથા રૃપિયા બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lkq7Cz
No comments:
Post a Comment