સુરત, તા. 3 મે 2019, શુક્રવાર
કોસાડ ભરથાણા રેલ્વે ટ્રેક વચ્ચે ગઈકાલે બપોરે મોબાઈલ પર વાત કરવામાં મશગૂલ યુવાન ટ્રેન અડફેટે આવતા મોત નીપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલ મળેલી વિગત મુજબ અમરોલી ખાતે કોસાડના આશાપુરી મંદિર પાસે રહેતા 25 વર્ષીય ધર્મેશ ભદ્રેશભાઈ શાહ ગઈકાલે બપોરે સાયણ રોડ ગોઠણ ખાતે કોઈ વ્યક્તિને મોબાઇલ પર વાત કરતા કરતા મળીને પગપાળા ઘરે જવા નીકળ્યો હતો તે સમયે કોસાડ ભરથાણા રેલ્વે ટ્રેક વચ્ચે તે માલ ગાડી ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં ગોપી સવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો.
નોંધનીય છે કે હીરા કામ સાથે સંકળાયેલા ધર્મેશના પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. આ અંગે રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lm0BNu
No comments:
Post a Comment