બૂટલેગર વિક્રમ ચાવડાના સાગરીતની પાસામાં અટકાયત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

બૂટલેગર વિક્રમ ચાવડાના સાગરીતની પાસામાં અટકાયત

 વડોદરાતા,4,મે,2019,શનિવાર

વાઘોડિયા રોડના નામચીન બુટલેગર પોલીસની રેઇડ પડતા ફરાર થઇ ગયો હતો પરંતુ, તેના સાગરીત પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. જેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ) વૈકુંઠ-૧ની પાછળ આશાપુરી નગરમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચતા બુટલેગર વિક્રમ ચાવડાના અડ્ડા પર પોલીસે દરોડો પાડયો હતો. નામચીન બુટલેગર વિક્રમ ચાવડા તો પકડાયો નહતો પરંતુ, તેનો સાગરિત કિરણ મનુભાઇ બારિયા (રહે. આશાપુરી નગર) પકડાઇ ગયો હતો. પોલીસે વિદેશી દારૃની ૧૧૮ બોટલો કિંમત રૃપિયા ૭૮,૯૧૦ ની કબ્જે લીધી હતી.

ડીસીબી પોલીસે આરોપી કિરણ બારિયાની પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે બુટલેગર વિક્રમ ચાવડા અવાર-નવાર દારૃનો ધંધો કરે છે અને દોઢ વર્ષ પૂર્વે વીજીલન્સની ટીમે રેઇડ પાડીને વિક્રમ ચાવડાના અડ્ડા પરથી દારૃના હિસાબો લખેલી લાલ ડાયરી પણ પકડી હતી જેમાં પોલીસ ખાતામાં કોને કેટલા રૃપિયા આપે છે? તેની વિગતો લખી હતી જે બાબતે ભારે ચકચાર મચી હતી. આમ છતાંય પાણીગેટ પોલીસની આંખમાં ધૂળ નાખીને બુટલેગર વિક્રમ ચાવડાએ ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો હતો.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIyBYb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages