વિવિધ પ્રતિકૂળતાના પગલે છેલ્લા એક જ માસમાં ઓટો શેરોમાં નોંધાયેલા ૨૦ ટકા સુધીના ગાબડા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

વિવિધ પ્રતિકૂળતાના પગલે છેલ્લા એક જ માસમાં ઓટો શેરોમાં નોંધાયેલા ૨૦ ટકા સુધીના ગાબડા

અમદાવાદ, તા. 14 મે, 2019, મંગળવાર

વિવિધ પ્રતિકૂળતાના પગલે ગત એપ્રિલ માસમાં ઉતારૂ વાહનોના વેચાણમાં ૧૭ ટકાનું ગાબડું નોંધાયું છે તો બીજી તરફ પ્રતિકૂળ પરિબળોના પગલે ઓટો કંપનીઓના શેરોમાં પણ છેલ્લા એક માસમાં ૨૦ ટકા સુધીના ગાબડા નોંધાતા ઓટો ઈન્ડસ્ટ્રી, આ ક્ષેત્રના રોકાણકારો તેમજ નીતિ નિર્ણાયકો ચિંતામાં ડૂબી ગયા છે.

ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ઈન્ડસ્ટ્રી ઘણા લાંબા સમયથી વિવિધ પ્રતિકૂળતાઓનો સામનો કરી રહી છે. તેમાં વળી ઈન્શ્યુરન્સ પોલિસી અંગેના નવા નિયમો તેમજ રિઝર્વ બેંકની નવી નીતિ મુજબ વાહન લોનનું માળખું અટપટુ બનવા સાથે તંગ નાણાંકીય સ્થિતિની ઓટો ઈન્ડસ્ટ્રી પર ગંભીર અસર થવા પામી છે.

વિવિધ પ્રતિકૂળતાના કારણે ઓટો ડીલર્સો પસે ઈન્વેસ્ટરીમાં સતત વધારો થતા ઓટો ઉત્પાદકો દ્વારા  વાહનોના ઉત્પાદનમાં પણ કાપ મુકાયો છે. જે પૈકી દેશની સૌથી મોટી  કાર ઉત્પાદક કંપની મારૂતિ છેલ્લા ત્રણ માસથી ઉત્પાદનમાં કાપ મુકી રહી છે.

ઉતારૂ વાહનોના વેચાણની સાથોસાથ હવે ટુવ્હીલર અને કોમર્શીયલ વાહનોનું વેચાણ ઘટતા નીતી નિર્ણાયકો ચિંતામાં મુકાવા સાથે આ મુદ્દાને ગંભીર લેખાવી રહ્યા છે. કોમર્શીયલ વાહનોનું વેચાણ ઘટતા આર્થિક પ્રવૃત્તિઓ પણ મંદ પડી છે તેમ નીતિ નિર્ણાયકો માની રહ્યા છે. જે અર્થતંત્ર માટે પ્રતિકૂળ બાબત છે.

આમ, વિવિધ પ્રતિકૂળતાથી દબાણ હેઠળ આવેલ ઓટો કંપનીઓના માર્ચ ત્રિમાસિકના પરિણામો પણ અપેક્ષાથી નબળા રહ્યા છે. આમ, પ્રતિકૂળતાઓ પ્રબળ બનતા ઓટો કંપનીના શેરોમાં છેલ્લા એક માસમાં ૨૦ ટકા સુધીનું ધોવાણ થવા પામ્યું છે.ઉદભવેલ આ પ્રતિકૂળતાના પગલે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ તુટીને ત્રણ વર્ષના તળીયે ઊતરી આવ્યો છે. છેલ્લા એક માસમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ૧૨ ટકા તુટયો છે. તેની સામે નિફ્ટી ૪.૪ ટકા તુટયો છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WHURib

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages