ચીન પોતાના સ્ટીલ સહિતના વિવિધ પ્રોડકટસ ભારતમાં ઘુસાડવાના પ્રયાસ કરશે તેવો ઉદ્યોગોને પ્રવર્તતો ભય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ચીન પોતાના સ્ટીલ સહિતના વિવિધ પ્રોડકટસ ભારતમાં ઘુસાડવાના પ્રયાસ કરશે તેવો ઉદ્યોગોને પ્રવર્તતો ભય

નવી દિલ્હી, તા. 14 મે, 2019, મંગળવાર

અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર યુદ્ધ વકરતા અને અમેરિકાએ ચીનના પ્રોડકટસ પર ટેરિફમાં વધારો કરતા ચીન પોતાનું વધારાનું સ્ટીલ ભારતીય બજારોમાં ઠાલવશે એવી ભારતના ઉદ્યોગોને ચિંતા સતાવી રહી છે એમ સરકાર તથા સ્ટીલ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. સ્ટીલ સહિતના બીજા કેટલાક પ્રોડકટસ પણ ભારતમાં ડમ્પિંગ થવાનો ભય રહેલો છે. ચીન માટે ભારત એક મોટી બજાર છે. 

સ્ટીલની આયાતમાં થઈ રહેલા વધારા સામેથી ઘરેલું ઉદ્યોગને રક્ષણ આપવા સ્ટીલ પર ૨૫ ટકા જેટલી સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા દેશના સ્ટીલ ઉદ્યોગ તરફથી સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. 

ચીનનું સ્ટીલ ભારતમાં ઉત્પાદિત થતાં સ્ટીલના ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચા ભાવે ડમ્પ થાય છે. ચીન સાથેની પોતાની વેપાર સમતુલાને સુધારવાના ભાગરૂપ અમેરિકાએ ગયા વર્ષથી ટેરિફ વધારવાના શરૂ કરેલા પગલાંને કારણે બન્ને દેશો વચ્ચે વેપાર યુદ્ધ વકરતું રહ્યું છે. બન્ને દેશો એકબીજાના પ્રોડકટસ પર ટેરિફ વધારી રહ્યા છે.

ચીન હાલમાં વધુ પડતી સ્ટીલ ક્ષમતા ધરાવે છે અને પોતાનું આ વધારાનું સ્ટીલ વિયેતનામ તથા કમ્બોડિયા જેવા દેશો મારફત ભારતમાં ઘુસાડવાના પ્રયાસ કરશે એવી ઉદ્યોગોમાં ચિંતા પ્રવર્તી રહી છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.  

વિશ્વનું બીજું મોટું સ્ટીલ ઉત્પાદક ભારત ગયા નાણાં વર્ષમાં સ્ટીલનું નેટ આયાતકાર દેશ બન્યું હતું. ત્રણ વર્ષના ગાળા બાદ ભારત આયાતકાર દેશ બન્યો છે. ચીન, જાપાન તથા દક્ષિણ કોરિયા ખાતેથી સસ્તી નિકાસને કારણે ભારતે તેના કેટલાક ગ્રાહકો ગુમાવવા પડયા છે એટલું જ નહીં ઊંચી ગુણવત્તાનું સ્ટીલ ઉત્પન્ન કરવામાં પણ તેની અક્ષમતા રહેલી છે. 

ચીન, જાપાન તથા કોરિયાના સ્ટીલ માટે અમેરિકા, યુરોપ તથા કેનેડા એક મોટી બજાર છે પરંતુ વેપાર પગલાંઓને કારણે તેઓ પણ તેમનું સ્ટીલ ભારત તરફ વાળી રહ્યા છે, એમ સુત્રોએ જણાવ્યું હતું. હાલના તબક્કે ભારત સરકારે સ્ટીલ પર ૨૫ ટકા જેટલી સેફગાર્ડ ડયૂટી તાત્કાલિક લાગુ કરી દેવી જોઈએ એવી ઉદ્યોગ તરફથી માગણી કરાઈ છે. 

છેલ્લા એક દાયકામાં ચીન સાથેની ભારતની વેપાર ખાધ નવ ગણી વધીને માર્ચ ૨૦૧૮ના અંતે ૬૩.૦૫ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. માત્ર સ્ટીલ જ નહીં પરંતુ ચીન પોતાના અન્ય પ્રોડકટસ જેમ કે રમકડાં, ઈલેકટ્રોનિકસ ચીજવસ્તુ, રસાયણ વગેરે પણ અન્ય દેશો મારફત ભારતમાં ઘુસાડવાના પ્રયાસ કરશે એવી સરકારી સ્તરે ચિંતા પ્રવર્તી રહી છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9mSYX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages