સોના-ચાંદીમાં આગેકૂચ: વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળીને ૧૩૦૦ ડોલર કુદાવી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

સોના-ચાંદીમાં આગેકૂચ: વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળીને ૧૩૦૦ ડોલર કુદાવી ગયા

મુંબઈ, તા. 14 મે, 2019, મંગળવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ઉંચકાયા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ધીમા ઘટાડા પર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઉંચેથી નીચો આવતાં  વૈશ્વિક સ્તરે   સોનામાં   ફંડવાળા સક્રિય હતા સોનાના ભાવ વિશ્વ બજારમાં   વધી ઔંશના ઉંચામાં ૧૩૦૦ ડોલર પાર કરી ગયા હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે ઝવેરી બજાર ઉંચકાઈ હતી. 

 આયાત પડતર ઉંચી ગઈ હતી. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ ૭૦.૫૨ વાળા ૭૦.૪૫ ખુલી રૂ.૭૦.૫૩ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૭૦.૨૮ થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૭૦.૪૬  હતા.  ડોલરના ભાવ આજે  પાંચ પૈસા ઘટયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૨ પૈસા ઘટી રૂ.૯૧.૨૦ થી ૯૧.૨૧  હતા.  યુરોના ભાવ૮ પૈસા ઘટી રૂ.૭૯.૧૨થી ૭૯.૧૩  હતા.   વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના  ઉંચામાં  ૧૩૦૩.૭૦થઈ સાંજે ભાવ ૧૨૯૯.૦૦થી ૧૨૯૯.૧૦  ડોલર હતા.

મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર  ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ. ૩૧૯૬૮ વાળા  ૩૨૩૧૦  થઈ રૂ.૩૨૨૭૨ બંધ હતા.   ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૦૯૭  વાળા રૂ.૩૨૪૪૦ થઈ રૂ.૩૨૪૦૨  બંધ હતા. જીએસટી સાથેના ભાવ  આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.    દરમિયાન, મુંબઈ બજારમાં ચાંદીના કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૬૯૬૫  વાળા ૩૭૨૫૦   થઈ રૂ.૩૭૧૪૫  બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૨૫૦થી ૩૭૩૦૦  તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૦૦ ઉંચા હતા. 

બજારમાં  સોના પાછળ ચાંદીના ભાવ વધી  ઔંશના  ઉંચામાં ૧૪.૮૪  ડોલરથઈ સાંજે ભાવ ૧૪.૮૦થી ૧૪.૮૧ ડોલર હતા. પ્લેટીનમના ભાવ  વધી સાંજે  વધી ૮૫૮.૧૦થી ૮૫૮.૨૦  ડોલર જ્યારે પેલેડીયમના  ભાવ વધી સાંજે  ૧૩૨૮.૩૦થી ૧૩૨૮.૪૦ ડોલર હતા. ચીન તથા અમેરિકા વચ્ચે  મતભેદો વધતાં  તથા ટેરીફ વોર ફરી શરૂ થતાં વિશ્વ બજારમાં  અજંપો વધ્યો  છે તેના પગલે  સોનામાં માગ વધી છે  જાપાનની કરન્સી યેન પણ ઉંચી ગઈ છે. અમેરિકાએ ટેરીફ વધાર્યા પછી હવે ચીને પણ ટેરીફ વૃદ્ધી જાહેર કરી છે.  

અમેરિકાના પ્રમુખે હવે પછી જાપાનમાં  મળનારી જી-૨૦ની મિટિંગમાં ચીનના પ્રમુખને મળવાની તૈયારી બતાવી છે. જોકે આ જી-૨૦ની મિટિંગ જૂન મહિનામાં  મળવાની છે તથા આ મિટિંગને હજી ખાસ્સી વાર છે    એ જોતાં  ચીન તથા અમેરિકા વચ્ચે  તંગ વાતાવરણ  રહેવાની ગણતરી બતાવી રહ્યા છે.

દરમિયાન   ક્રૂડ તેલ ઉંચેથી ઘટયા પછી ફરી ઉંચકાયું છે. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના જે  ઉંચામાં ૭૨ ડોલર  નજીક પહોંચ્યા  હતા તે નીચામાં  ૭૦ ડોલરની  અંદરઉતર્યા પછી ફરી ૭૦ ડોલર તથા ત્યારબાદ ૭૧ ડોલર વટાવી સાંજે ભાવ ૭૧.૦૫થી ૭૧.૧૦  ડોલરના સમાચાર હતા. ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૧.૬૫થી ૬૧.૭૦ ડોેલર હતા.  સાઉદીના  જણાવ્યા મુજબ રીયાધ નજીક ઓઈલ સ્ટેશન  પર ડ્રોન વડે હુમલો થયાના  નિર્દેશો હતા.   આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલ ફરી ઉંચકાયું હતું.

વિશ્વ બજારમાં કોપરના ભાવમાં ન્યુયોર્ક વાયદામાં બેતરફી વધઘટ વચ્ચે ભાવ અથડાતા હતા. લંડન બજારમાં કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૬૦૬૫ ડોલર રહ્યા હતા.  કોપરનો સ્ટોક  ૫૧૦૦ ટન ઘટયો હતો. એલ્યુ.નો  ૭૦૦૦ ટન ઘટયો હતો. ટીન, નિકલ, જસત તથા સીસાનો  સ્ટોક પણ ત્યાં  ઘટયાના સમાચાર હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9mVE7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages