અલી અબ્બાસ ઝફર સૈફ અલી ખાન સાથે કામ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

અલી અબ્બાસ ઝફર સૈફ અલી ખાન સાથે કામ કરશે

મુંબઇ તા. 13  મે 2019 સોમવાર 

મોખરાના ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફર છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાનને લઇને એક વેબ સિરિઝની તૈયારી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.

અત્યાર અગાઉ અલીએ સુપર સ્ટાર સલમાન ખાનને લઇને સતત ત્રણેક ફિલ્મો કરી હતી. ત્રણમાંની બે તો સુપરહિટ નીવડી હતી. યશ રાજની સુલતાન પછી અલી અબ્બાસે સલમાન સાથે એક થા ટાઇગરની સિક્વલ ટાઇગર જિંદા હૈ કરી હતી અને એ પણ હિટ સાબિત ઇથ હતી. ત્યારબાદ એણે સલમાનને લઇને ભારત ફિલ્મ શરૃ કરી હતી જે ઇદ પર રજૂ થવાની છે. હાલ ભારત ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં છે.

દરમિયાન, એવી માહિતી મલી હતી કે અલી અબ્બાસ ઝફર સૈફ અલી ખાનને લઇને એક વેબ સિરિઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છેે. 

સૈફ અલી ખાન અત્યાર અગાઉ હિટ નીવડેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ કરી ચૂક્યો છે અને હાલ એ સિરિજની સિક્વલમાં કામ કરી રહ્યો છે.

અલી અબ્બાસના પ્રવક્તાએ એવી પણ માહિતી આપી હતી કે સલમાનની હિટ સિરિઝ ટાઇગરની ત્રીજી કડીનું પ્લાનિંગ પણ હાલ અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. એની સ્ક્રીપ્ટ તૈયાર થઇ રહી છે જેમાં સલમાને કેટલાક ફેરફાર સૂચવ્યા છે. વેબ સિરિઝ આ વર્ષની આખર સુધીમાં ફ્લોર પર જશે. એ દરમિયાન, સલમાન દબંગ થ્રીના કામમાંથી પરવારી ચૂક્યો હશે એટલે વેબ સિરિઝને સમય આપી શકશે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZ4A16

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages