જો રુસોના કેમિયોનું રહસ્ય શું છે ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

જો રુસોના કેમિયોનું રહસ્ય શું છે ?

લોસ એંજલ્સ તા. 13  મે 2019 સોમવાર 

દુનિયાભરમાં તહલકો મચાવી દેનારી અને અઢી અબજ ડૉલર્સથી વધુ કમાણી કરી ચૂકેલી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમમાં ફિલ્મના સહનિર્દેશક જો રુસોએ કરેલા કેમિયોનું રહસ્ય ખુદ રુસોએ પ્રગટ કર્યુ ંહતું.

'ભવિષ્યમાં અમે ગે (સજાતીય સંબંધ ધરાવતા) પાત્રને આ કથામાં ઉમેરવાનું વિચારી રહ્યા છીએ. એનો અણસાર આ કેમિયો પરથી દર્શકોને મળ્યો હશે' એમ રુસોએ કહ્યું હતું.

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આ ફિલ્મનું ડાયરેક્શન રુસો ભાઇઓએ કર્યું હતું. એમાંના જોએ ફિલ્મમાં એક કેમિયો કર્યો હતો. ત્યારબાદ મિડિયા સાથે બોલતાં એણે કહ્યું કે મોટે ભાગે ઓડિયન્સને ખ્યાલ આવી ગયો છે કે માર્વેલ આ સિરિઝમાં હવે ગે પાત્રનો ઉમેરો કરશે.ઔએન્ટરટેઇનમેન્ટ લાઇવ નામના હિટ ટીવી શોમાં શોના સંચાલક ડાલ્ટન રોઝ અને જેસિકા શો સાથેના સવાલ જવાબ દરમિયાન રુસોએ આ વાત કરી હતી. એણે કહ્યું કે અત્યાર અગાઉ કોઇ ગે કે લેસ્બિયન પાત્ર આ ફિલ્મ સિરિઝમાં નહોતું. હવે અમે ગે પાત્રને ઉમેરવાનું પ્લાન કરી રહ્યા છીએ.

એન્ડગેમમાં જોએ એક સારવાર કેન્દ્રમાં પોતાનું સ્વજન ગુમાઇ ગયા પછી શોકમાં લીપ્ત હોય એવા એક પાત્રનો કેમિયો કર્યો હતો.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LEVXKK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages