પ્રતીષ વોરાની પુત્રીના આકસ્મિક અવસાનથી ટેલિવૂડમાં સન્નાટો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

પ્રતીષ વોરાની પુત્રીના આકસ્મિક અવસાનથી ટેલિવૂડમાં સન્નાટો

મુંબઇ તા. 13  મે 2019 સોમવાર

 ટીવી સિરિયલ પ્યાર કે પાપડમાં મહત્ત્વનો રોલ કરી રહેલા અભિનેતા પ્રતીષ વોરાની બે વર્ષની પુત્રીના આકસ્મિક અવસાનથી સમગ્ર ટેલિવૂડમાં સન્નાટો છવાઇ ગયાની જાણકારી મળી હતી.

આ બાળકી બહુ રમતિયાળ અને જોતાંવેંત ગમી જાય એવી રૃપકડી હતી. એ પ્લાસ્ટિકના રમકડા સાથે રમી રહી હતી. રમતાં રમતાં એ રમકડાને મોઢામાં નાખતી હતી. અચાનક રમકડાનો એક ટુકડો તૂટી ગયો અને આ અણસમજુ બાળકી એને ગળી ગઇ. આ ટુકડો એના ગળામાં ફસાઇ ગયો અને એને પૂરતી સારવાર મળે એ પહેલાં બાળકીના પ્રાણ ઊડી ગયા.

મૂળ રાજકોટનો પ્રતીષ ટેલિવિઝન સિરિયલો સાથે અભિનેતા તરીકે સંકલાયેલો છે અને પોતાના મિલનસાર સ્વભાવના કારણે એ લોકપ્રિય પણ છે. એની પુત્રી એના તમામ સહકલાકારોને પણ ગમી જાય એવી હસમુખી અને રમતિયાળ હતી. 

એના આકસ્મિક અવસાનના સમાચાર સાંભળીને સમગ્ર ટેલિવૂડમાં શોકની લાગણી ફરી વળી હતી. ટેલિવૂડ ઉપરાંત બોલિવૂડના કલાકારોએ પણ પ્રતીષને આશ્વાસન આપ્યું હતું. 





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vUhnc0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages