નંદાસર નર્મદા કેનાલ પર રિપેરીંગ દરમિયાન પુલનો માંચડો તૂટી પડયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

નંદાસર નર્મદા કેનાલ પર રિપેરીંગ દરમિયાન પુલનો માંચડો તૂટી પડયો

ભુજ, સોમવાર

રાપર તાલુકાના નંદાસર નર્મદા કેનાલ પર ચાલી રહેલા બ્રિજ પર રીપેરીંગ કામ દરમિયાન પુલનો માંચડો તુટી પડતા તેની સાથે નીચે ખાબકેલા ચાર મજુરો ઘાયલ થતા તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

થોડા દિવસો પૂર્વે આ બ્રિજ પાસે ટ્રક નર્મદા કેનાલમાં ખાબકી હતી. આ નર્મદા યોજનાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી કે, કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને એક કિ.મી.નું ડાયવર્ઝન આપવામાં આવ્યું  છે. તેમાં તીરાડો પડી ગઈ છે અને ગમે ત્યારે પડે તેમ છે. નંદાસર બ્રિજ પર લોખંડની સ્લેબ ગોઠવવામાં આવી હતી અને બપોરે ૧ વાગ્યાની આસપાસ બ્રિજ તુટી પડયો હતો જેમાં ચાર મજુરોને ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરાયાશી થયાના અહેવાલો બાદ રાપરના ઈન્ચાર્જ પીઆઈ જે.એચ.ગઢવી સૃથળ પર દોડી આવ્યા હતા પરંતુ નિગમના કોઈપણ અિધકારીઓ ફરક્યા ન હતા. કેનાલ પરનો બ્રિજ બીજો કોઈને ભોગ ન લે તે માટે તાત્કાલીક તોડી પાડવામાં આવે તે જરૃરી છે. તેમજ આજના આ બનાવની તપાસ પણ જિલ્લા કલેકટર દ્વારા તપાસ સમિતિ બનાવીને સોંપાઈ તે જરૃરી છે.




from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vYH1wm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages