ભુજ,સોમવાર
અંજાર તાલુકાના સિનુગ્રા નજીક મધ્ય રાત્રિ દરમિયાન સર્જાયેલા અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના કરૃણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. અજાણ્યા વાહને ત્રિપલ સવાર બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસૃથળે જ મોત થયા હતા. જ્યારે એક યુવકનું અંજારમાં સારવાર દરમિયાન મોત થયું છે.
સિનુગ્રાના વિરેન્દ્ર ઉર્ફે વીનોદ નાનજી મહેશ્વરી (ઉ.વ.ર૪), નિતીન મહેશ્વરી (ઉ.વ.ર૪), અશ્વિન મહેશ્વરી (ઉ.વ.૧૮) રાત્રિના બાઈક ઉપર હાઈવે હોટલ પર ચા પીવા જતા હતા ત્યારે અંજાર-મુંદરા હાઈવે પર ચાપલ માતાના મંદિર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા નીતીન અને અશ્વિનના ઘટના સૃથળે મોત નિપજ્યા હતા જ્યારે વીરેન્દ્રને ૧૦૮ મારફતે અંજારની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો આ દરમિયાન તેનું મોત આંબી ગયું હતું. હોસ્પિટલમાં તબીબોની ઘટાથી સારવાર ન મળતા હતભાગીનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો. જેને પગલે પ્રાંત અિધકારી અને નાયબ પોલીસ અિધક્ષકની મધ્યસૃથી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રજૂઆત બાદ વખતે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતનાઓ જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાં પ૦ ટકાથી વધુ તબીબો અને સ્ટાફની ઘટ છે જ્યાં સુાધી આ ઘટ પુરવા લેખિત બાંહેાધરી ન મળે ત્યાં સુાધી મૃતદેહ સ્વીકારવાનો નનૈયો ભણી દેવામાં આવ્યો હતો જેના પગલે તંત્રમાં દોડાધામ મચી જવા પામી હતી. અવારનવાર અહીંના માર્ગ પર અકસ્માતો થઈ રહ્યા છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. હાઈવે પર માતેલા સાંઢની માફક વાહનો દોડી રહ્યા છે તેમ છતાં પોલીસ તેમજ આરટીઓ તંત્ર મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે. માર્ગ સલામતી સપ્તાહ મોટા ઉપાડે ઉજવવામાં આવે છે પરંતુ ત્યાર બાદ કોઈપણ જાતની કાર્યવાહી થતી નાથી તે એક હકકીત છે. છેલ્લા ઘણા સમયાથી જોવા જઈએ તો જિલ્લાની ટ્રાફિક શાખા વાહન ચાલકો પાસે દંડ વસુલવામાં રસ દાખવે, બાકી ઓવર લોડ વાહન, સ્કૂલ રીક્ષા, ખાનગી લકઝરી સામે લાજ કાઢવામાં આવતી હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
નારાણપર નજીક કાર અને જીપ અથડાતા ભુજના યુવકનું મોત
માંડવી-ભુજ રોડ પર આવેલા ખત્રી તળાવ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી. નારાણપર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ભુજના યોગેશ મોતીલાલ ચાંદરા (ઉ.વ.૩૦) ભુજની ધુણઈ પોતાની કાર નંબર જી.જે.૧ર ડી.જી.૩રર૪ પર જતા હતા ત્યારે રોંગ સાઈડમાં આવતી જીપ નંબર જી.જે.૧ર કે.૯૯૧પ ધડાકાભેર કારનો બુકડો બોલી ગયો હતો. આ બનાવમાં દિનેશ ત્રીકમભાઈ ચાંદરા (ઉ.વ.૪૦) રહેવાસી ધુણઈને ફેંકચર સહિતની ઈજાઓ પહોંચતા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યારે યોગેશને ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું.
++++
અંજારમાં દલિત સમાજનો આક્રોશ, યુવાનનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર
અંજાર, સોમવાર
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સીનુગ્રાના યુવાનને અંજારના સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ન મળતા મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે દલિત સમાજના આગેવાનોએ દોડી આવીને મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતા દોડાધામ થઈ પડી હતી. બાદમાં લેખિત ખાતરી મળતા મામલો થાળે પડયો હતો. સીનુગ્રાના યુવાન વિરેન્દ્ર મહેશ્વરી (ઉ.વ.ર૪)ને માધરાત્રે અકસ્માતમાં ગંભીર ઈજા થયા બાદ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે અંજારના સરકારી દવાખાનામાં લવાયો હતો. અહી તેનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે કોંગ્રેસના સાંસદના ઉમેદવાર, રાષ્ટ્રીય દલિત અિધકાર મંચ, મહેશ્વરી સમાજ વગેરે સંગઠનોના આગેવાનો અંજારના સરકારી દવાખાને ધસી આવ્યા હતા. તેમજ તબીબની બેદરકારીનો આક્ષેપ કરીને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો હતો. દરમિયાનમાં વહીવટી તંત્રએ લેખિતમાં ખાતરી આપી જવાબદાર તબીબને સસ્પેન્ડ કરવા તેમજ નવા બે તબીબની નિમણૂંક કરવાની બહેંધરી આપતા સિૃથતિ થાળે પડી હતી.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30akU3I
No comments:
Post a Comment