
ગાંધીનગર,તા 14 મે 2019, મંગળવાર
ગાંધીનગર - અમદાવાદ વચ્ચે અવર જવર કરતી એસટીની શહેરી સુવિધાનું સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં દોડતી તમામ બસો ડીઝલ આધારીત છે. તો બીજી તરફ ડેપો તંત્ર દ્વારા પણ મુસાફરો માટે આધુનિક સુવિધાઓ શરૂ કરવા માટે વિવિધ આયોજન પણ હાથ ધર્યા છે ત્યારે પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તેમજ આરોગ્ય અને પર્યાવરણની જાળવણી થઇ શકે તે માટે ઇલેકટ્રીક બસો દોડાવવાનું નિગમ દ્વારા આયોજન હાથ ધરાયું છે.
જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં અમદાવાદ - ગાંધીનગર વચ્ચે આ ઇલેકટ્રીક બસો દોડાવાશે. જેના માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઇલેકટ્રીક બસો માટે જરૂરી વીજપુરવઠો મેળવવા માટે વીજ કંપનીને પણ દરખાસ્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.
દિન પ્રતિદિન હવાના પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે જેના પગલે આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકશાન થઇ રહ્યું છે. ત્યારે નિગમ સંચાલિત બસોમાંથી નીકળતા ધુમાડાના કારણે પણ પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ તેમાંથી છુટકારો મળે તે માટે સરકાર દ્વારા પણ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને વધુને વધુ લોકો ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ તેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
આમ એસટી બસોને પણ ઇલેકટ્રીક ચાર્જીંગ કરીને દોડાવવામાં આવે તો હવાના પ્રદુષણમાં ઘટાડો આવશે. તેવી આશા સાથે આગામી દિવસોમાં ગાંધીનગર - અમદાવાદ વચ્ચે અવર જવર કરતી શહેરી બસોને ઇલેકટ્રીક સંચાલિત કરીને દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમ દ્વારા પ્રથમ તબક્કે આ શહેરી સુવિધામાં ઇલેકટ્રીક બસોને દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય માર્ગો ઉપર પણ આ પ્રકારે બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ત્યારે થોડા સમય અગાઉ આ રૂટ ઉપર ઇલેક્ટ્રીક બસો દોડાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત નિગમ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઇલેકટ્રીક બસોને ચાર્જીગ કરવા માટે ગાંધીનગર ડેપોમાં યુનિટ ઉભું કરવામાં આવશે. બસોની જરૂરીયાતને ધ્યાને લઇને ૧૬ હજાર કિલો વોટનો વીજપુરવઠો સપ્લાય થઇ શકે તે પ્રકારનું યુનિટ ઉભું કરવા માટે નિગમે વીજ કંપનીને દરખાસ્ત કરવામાં આવી છે.
ત્યારે દરખાસ્ત મંજુર થયા બાદ ડેપોમાં અલગથી ચાર્જીગનું યુનિટ ઉભું કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં ગાંધીનગર - અમદાવાદ વચ્ચે પ્રથમ તબક્કે દસ જેટલી ઇલેકટ્રીક બસો દોડાવવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય બસોને પણ ઇલેકટ્રીક સંચાલિત કરી દીધા બાદ દોડાવાશે. ઇલેકટ્રીક બસોની અવર જવરના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે અને આરોગ્ય તથા પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VzznHX
No comments:
Post a Comment