સેબી પેનલની ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો માટે ધોરણો સરળ કરવા અનેક ભલામણો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

સેબી પેનલની ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો માટે ધોરણો સરળ કરવા અનેક ભલામણો

મુંબઈ,  તા. 25 મે 2019, શનિવાર

ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોને ફરી મોટાપાયે રોકાણ પ્રવાહ વહેતો થાય એ માટે ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ) માટે ફરી લાલજાજમ બિછાવવા જેવા અનેક ફેરફારો મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) રચિત કમિટી દ્વારા સૂચવવામાં આવ્યા છે. જે ફેરફારો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ખાસ કરીને મોટા અને સુનિયમિત વૈશ્વિક ઈન્સ્ટીટયુશન્સ-સંસ્થાઓ માટે બિઝનેસ કરવાનું સરળ બને એ માટે સૂચવવામાં આવ્યા છે. 

સેબી પેનલ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારો પૈકી ઈન્વેસ્ટમેન્ટ કેપ્સ-મર્યાદા ઉદાર બનાવવી, ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(એફડીઆઈ)ની જેવી લીવે-મોકળાશ અને તેમના ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ્સ(આઈપીઓ) પૂર્વે અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવાની પરવાનગી સહિતના ૫૦ જેટલા મહત્વના ફેરફારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર એચ.આર.ખાનના નેતૃત્વમાં રચાયેલી સેબી પેનલ દ્વારા સૂચવવામાં આવ્યા છે.

આ સૂચનો જાહેર જનતાની ટિપ્પણી માટે મૂકવામાં આવ્યા છે.કમિટી દ્વારા તેના જારી કરાયેલા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ બન્ને એપીઆઈ અને એફડીઆઈ તાજેતરના વર્ષોમાં ભારતમાં મૂડી બજારોમાં રેકોર્ડ નોંધાયો છે.

ભારતીય અર્થતંત્ર માટે અત્યંત મહત્વનો મૂડી સ્ત્રોત હોવાથી આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરો અડચણ મુક્ત રોકાણ અનુભવ અને આર્થિક નિયમનોમાં પારદર્શકતામાં સુધારો થાય એની ખાતરી થવી જરૂરી છે. ખાન પેનલ દ્વારા એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટની ૧૦ ટકાની લિમિટમાં વધારો કરવાનું સૂચવાયું છે. એફપીઆઈ ઈન્વેસ્ટમેન્ટથી કોઈ અંકુશ-નિયંત્રણો મેળવી શકાતા નહીં હોવાથી કેટલાક ક્ષેત્રોમાં રોકાણોની મર્યાદા માત્ર એફડીઆઈ પૂરતી મર્યાદિત રહેવી જોઈએ. એફપીઆઈ રોકાણ મર્યાદા રહેવી ન જોઈએ. જો કે એફપીઆઈઝના વર્તમાન રોકાણોમાં એડીઆર અને જીડીઆર સહિતમાં ૪૯ ટકાની મર્યાદા વધવાની શકયતા નથી એવું રીપોર્ટમાં જણાવાયું છે.

આ ઉપરાંત સેકટરલ-ક્ષેત્રિય રોકાણ મર્યાદા જે એફડીઆઈને લાગુ છે એ એફપીઆઈને લાગુ ન થવી જોઈએ એવું પેનલે સૂચવ્યું છે. આ સાથે પેનલ દ્વારા નિયમનો થકી એફપીઆઈઝના રોકાણની પરવાનગી રીયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો(રેઈટ્સ), ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ(ઈન્વિટ્સ) અને અલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સના યુનિટોમાં હોવી જોઈએ એવું સૂચવાયું છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X6kwS3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages