
નવી દિલ્હી, 25 મે 2019, શનિવાર
લગ્ન બાદ સ્ત્રી અને પુરુષ બંનેના જીવનમાં ફેરફાર થાય છે. લગ્ન પછીના શરૂઆતના વર્ષો તો દંપતિ સુખરૂપ રીતે રહે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પુરુષોના વ્યવહાર બદલવા લાગે છે. એક શોધ અનુસાર લગ્ન બાદ મહિલાઓ કરતાં પુરુષો વધારે એક્ટ્રા મેરિટલ અફેર કરે છે. આ કારણ જ વર્તમાન સમયમાં લગ્ન ઝડપથી તુટી રહ્યા છે. લગ્નના વર્ષો બાદ પુરુષોનું મન પત્ની તરફ બદલી જાય છે અને તે બહાર અન્ય મહિલાઓ સાથે સંબંધ બનાવે છે. આમ થવાના કેટલાક કારણો પણ છે.
આઝાદી
પશુથી માંડી માણસને આઝાદી સૌથી વધારે પ્રિય હોય છે. જ્યારે પુરુષ એ વાત જાણી જાય છે કે તેની પત્ની ઘરની અને બહારની જવાબદારીઓ નિભાવી શકે છે ત્યારે તે ઘરની જવાબદારીમાંથી આઝાદ થઈ અને ગર્લફ્રેન્ડ સાથે હરવા ફરવાનો આનંદ માણે છે.
રોકટોકની સમસ્યા
પુરુષોનો સ્વભાવ એવો હોય છે કે તેમને કોઈપણ પ્રકારની રોકટોક ગમતી નથી. તે પોતાની મરજીથી જીવવા ઈચ્છે છે. જ્યારે પત્ની તેને કોઈ પ્રશ્ન પુછે તો તેને ગમતું નથી. જ્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે આ સમસ્યા થતી નથી. તેઓ જે પણ સમય પસાર કરે તેમાં કોઈ રોકટોક હોતી નથી.
પત્ની રાખે છે નજર
જ્યારે પત્ની પતિની દરેક હરકત પર નજર રાખે, પતિની વધારે પડતી ચિંતા કરે ત્યારે પણ પુરુષ કંટાળી જાય છે અને તે પત્નીથી દૂર રહેવા લાગે છે. તેવામાં તેના જીવનમાં અન્ય યુવતી આવે છે જેની સાથે તે આઝાદીથી રહી શકે છે.
ગર્લફ્રેન્ડની જવાબદારી નથી હોતી
પુરુષો પર જ્યારે જવાબદારી આવે ત્યારે તેને સૌથી વધારે સમસ્યા થાય છે. તેના પર પત્ની અને ઘરની જવાબદારી હોય છે પરંતુ ગર્લફ્રેન્ડ સાથે જ કંઈપણ થાય છે તેમાં તેના પર કોઈ જવાબદારી હોતી નથી. તેથી તે કોઈપણ પ્રકારની ચિંતા વિના સંબંધોમાં આગળ વધે છે.
શારીરિક સંબંધ
લગ્નના થોડા વર્ષો બાદ પુરુષોને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ નીરસ લાગે છે. એફેર થવાનું સૌથી મોટું કારણ સામાન્ય સંજોગોમાં શારીરિક સંબંધો જ હોય છે. પુરુષના અન્ય સ્ત્રી સાથે સંબંધ સેક્સના કારણે જ બને છે અને આગળ વધે છે. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ ન હોવા છતાં પુરુષને તેની સાથે સેક્સ કરવામાં વધારે રસ પડે છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HB4Gcy
No comments:
Post a Comment