બે એરિયામાં ''ક્રિષ્ણા-જોય ઓફ લિવીંગ'' ભવ્ય મ્યુઝિકલ કાર્યક્રમની રજૂઆત થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

બે એરિયામાં ''ક્રિષ્ણા-જોય ઓફ લિવીંગ'' ભવ્ય મ્યુઝિકલ કાર્યક્રમની રજૂઆત થશે



બે એરિયા, તા. 29 એપ્રિલ 2019, સોમવાર

આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત 'જાદુઈ સંગીતકાર-મદ્રાસના' ઉપનામે જાણીતા Dr. Kanniks Kannikeswaranના માર્ગદર્શન હેઠળ ૪૦ ગાયક ભાઈઓ-બહેનો, ૫૦ ડાન્સર, ૨૫ બાળકો સંગીતને સાથ આપી ભવ્ય મ્યુઝિક કાર્યક્રમમાં જોડાવાના છે સાથે ૮ સંગીત સહાયકો અદ્યતન સંગીતના સાધનો ઉપર સાથ આપશે. 

"Krishna - Joy of Living" ભવ્ય મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમની રજૂઆત બે એરિયાના સાનહોઝે શહેરના મેક્સીકન હેરિટેજ પ્લાઝાના ભવ્ય ઓડિટોરિયમમાં શનીવાર ૧૮ મે, ૨૦૧૯ના રોજ થશે. તેના માટે ઘણા મહીનાથી સંગીતકારો, ગાયકો અને નૃત્યકલા, પ્રદર્શન કરનાર કલાકારો દિવસ રાત તૈયારીઓ કરી રહ્યા છે.

૨૦૧૬ના વર્ષમાં Shanti-જર્ની ઓફ પીસ-સંગીતના ભવ્ય કાર્યક્રમની બે એરિયામાં રજૂઆત થઈ હતી. ૪૦ થી ૫૦ સાજીંદાઓ સંગીતના અદ્યતન સાધનો પર પોતાની કલા રજુ કરતા હોય અને સાથે સાથે નૃત્ય કલાનું પ્રદર્શન થાય એ કોઈ પરીકલ્પના જેવું લાગે છે. આવી જ ભવ્યતા સભર નવીનતાઓ લઈ ક્રિષ્ણા-જોય ઓફ લિવિંગની બે એરિયાના જ નહીં પણ દુર દુરના રાજ્યોમાંથી સંગીત-નૃત્ય કલા અને ગાયકીના ચાહકો ઘણી આતુરતાથી રાહ જુએ છે. બે એરિયાની ડાન્સ કંપનીઓના કલાકારો ભારે તૈયારી કરી રહ્યા છે.

ભારતદેશની સંગીતની સમૃધ્ધ કલા અને નૃત્ય કલાના વારસાને અકબંધ સાચવી રાખી આવનાર પેઢી આ વારસાથી વંચીત ના રહી જાય તે જોવાના સંનિષ્ઠ પ્રયત્નો કરતી સંસ્થા શાન્તી - Youth Choirને બે એરિયાની નૃત્યકલા શીખવતી સંસ્થાઓનો જ સાથ મળ્યો એટલું જ નહીં પણ કલા-સંગીતને સદાય સહકાર અને પ્રોત્સાહન આપનાર ઈન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરનો અદ્ભુત સહકાર મળ્યો. પ્રનિતા સુરૈયા અને સંગીત પ્રેમીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YadSdE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages