ટ્રમ્પે ફરીથી અમેરિકન વસ્તુઓ પર ઉંચી ડયુટી વસૂલ કરવા બદલ ભારતની ટીકા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ટ્રમ્પે ફરીથી અમેરિકન વસ્તુઓ પર ઉંચી ડયુટી વસૂલ કરવા બદલ ભારતની ટીકા કરી



વોશિંગ્ટન, તા. 29 એપ્રિલ 2019, સોમવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત અમેરિકાના ઉત્પાદનો પર ભારતની તરફથી લગાવવામાં આવેલ ઉંચી ડયુટીની ટીકા કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ભારતે અમેરિકાની પેપર પ્રોડક્ટ અને પ્રસિદ્ધ હાર્લે ડેવિડસન બાઇક પર ઉંચી ડયુટી લગાવેલી છે. તેમણે જણાવ્યું હતું કે ઉંચી ડયુટીને કારણે અમેરિકાને ભારત, ચીન અને જાપાન જેવા દેશોથી અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. 

ટ્રમ્પે રવિવારે વિસ્કોસિન રાજ્યના ગ્રીન બે શહેરમાં રિપબ્લિકન પાર્ટીની એક રાજકીય રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તમામ દેશો છેલ્લા ઘણા સમયથી અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યાં છે. 

અમેરિકાના પ્રમુખ ભારતને વારંવાર ટેરિફ કિંગ ગણાવે છે. તેમના જણાવ્યા અનુસાર ભારત ઘણા વર્ષોથી અમેરિકાની વસ્તુઓ પર ઉંચી આયાત ડયુટી વસૂલી રહ્યું છે. 

પોતાના સમર્થકોના સૂત્રોચ્ચાર વચ્ચે ટ્રમ્પે જણાવ્યું છે કે ે ચીન, જાપાન અને ભારત જેવા ઘણા દેશોને કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થઇ રહ્યું છે પરંતુ હવે આપણે નુકસાન સહન કરીશું નહીં.

ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકા અન્ય દેશોની પેપર પ્રોડ્ક્ટ પર કોઇ ડયુટી વસૂલ કરતી નથી પણ જ્યારે અમેરિકા પોતાની પેપર પ્રોડક્ટ વિદેશમાં વેચે છે તો તે દેશો મોટા પ્રમાણમાં ડયુટી વસૂલે છે. ભારત મોટા પ્રમાણમાં ડયુટી નાખે છે. વિયેતનામ મોટા પ્રમાણમાં ડયુટી નાખે છે. પરંતુ હવે અમે ચીન, ભારત અને જાપાનને અમેરિકાની વસ્તુઓ પર ડયુટી ઘટાડવા દબાણ કરી રહ્યાં છે.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5zQZt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages