
અમદાવાદ, તા. 27 મે 2019, સોમવાર
આણંદ નગરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી આજથી ૧૪ દિવસ પહેલા અર્ધ બેભાન હાલતમાં મળી આવેલી અજાણી આધેડ સ્ત્રીને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ આખરે આજે સવારે અમદાવાદ શહેરની સીવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
અમદાવાદની સીવીલ હોસ્પિટલના ડૉ. એમ.એન. સ્વામિનારાયણે આજે સવારે આણંદ રેલ્વે પોલીસ મથકનો સંપર્ક સાધીને આ અજાણી સ્ત્રીના નિપજેલ મોત અંગે જાણ કરી હતી. જેના આધારે રેલ્વે પોલીસે અકસ્માત મોતની જાણવાજોગ નોંધ કરીને મરનાર સ્ત્રીના નામઠામની માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આણંદ નગરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી ગત તા. ૧૩મીના રોજ પંચાવન વર્ષની એક આધેડ સ્ત્રી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. આથી તેને પ્રથમ આણંદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
જો કે ત્યાં તેની તબિયત વધુ ગંભીર બની જતાં નડિયાદની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નડિયાદની હોસ્પિટલમાંથી તા. ૧૫મીના રોજ આ સ્ત્રીને સઘન સારવાર માટે અમદાવાદ શહેરની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બારેક દિવસની સારવાર બાદ સોમવારે સવારે તેનું મોત નિપજ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X90OFe
No comments:
Post a Comment