રોગચાળાથી યુવાનનું મોત, 50 થી વધુ ગંભીર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

રોગચાળાથી યુવાનનું મોત, 50 થી વધુ ગંભીર


નડિયાદ,તા. 27 મે 2019, સોમવાર

ગળતેશ્વર તાલુકામાં રોગચાળાએ માથુ ઊંચકતા એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે ૫૦થી વધુ વ્યક્તિઓની હાલત ગંભીર બની છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. ચાર દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા આ રોગચાળો ફેલાયો છે.

આ અંગે ચાર દિવસથી સંબંધિત અધિકારીઓ સમક્ષ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છતાં  આ સમસ્યાનું કોઇ નિવારણ આવેલ નથી. અને તેમાં આજે ગામમાં રહેતા ૧૮ વર્ષિય અજયભાઇ બાબુભાઇ વસાવાનું હેવી ડાયેરીયાને કારણે મોત નિપજતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. બીજા કોઇ રહીશનો ભોગ લેવાય તે પહેલા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

ગળતેશ્વર તાલુકાના વાડદ  ગામના ઠાકોર ફળિયામાં છેલ્લાં કેટલાય દિવસથી પીવાના પાણીની પાઇલ લાઇનમાં ગામની ગટરની પાઇપલાઇન મીક્ષ થઇ ગઇ હતી. ચારેક દિવસ પહેલા આ ફળિયાના ૧૭ રહીશો અચાનક બિમાર પડયા હતા. અને તેમને તાત્કાલિક નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૪૨ કેસો ઝાડા ઉલ્ટીના નોંધાયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

જેમાં ૨૪ કેસ ઝાડા અને ૭ કેસ ઉલ્ટીના છે. જેમાંથી ૭ કેસોને રીફર કરાયા નું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ગ્રામજનોને આ પાઇપલાઇનોના ભેગા થયાની ખબર પડતા તેમને વાંઘરોલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી. પરંતુ ચાર ચાર દિવસ વિત્યા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાધરોલી દ્વારા આ અંગે કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.તેથી રોગચાળો વધુ વકર્યાે હતો.

જેન કારણે આજે વાડદ ગામના એક શ્રમજીવી ૧૮ વર્ષિય અજયભાઇ બાબુભાઇ વસાવાનું હેવી ડાયેરીયાને કારણે મોત  નિપજયું હતુ.ગત્ રોજ અજય ખેત મજૂરી કરીને આવ્યો અને અચાનક ઝાડા ઉલ્ટી ચાલુ થતા તેને તરત જ પ્રાઇવેટ ડોક્ટનરી સારવાર માટે લઇ જવાયો. જ્યાંથી તેને વધુ સારવાર માટે રીફર કર્યો અને તેનું મોત નિપજ્યું. પોતાના યુવાન દિકરાનું આમ અચાનક મોત થતા માતા-પિતા અને પરિવારમાં શોક ફેલાયો છે.

માતા પિતાના આક્રંદથી ગામ આખું હિબકે ચઢ્યું હતું. આજે નીકળેલી અજયની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો નાત-જાતનો ભેદ ભૂલીને જોડાયા હતા.

વાડદ ગામના અન્ય બે ફળિયામાં પણ ઝાળા ઉલ્ટીના કેસોમાં વધારો નોંધાયો છે.જેમાં પાતુ ફળિયુ,ઠાકોર ફળિયામાં વધુ માત્રામાં લોકો રોગચાળાના ભરડામાં આવી ગયા છે. આ ઘટના બાદ ગામના સરપંચ,તલાટી,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી,સર્કલ ઇન્સપેકટર સહિત વહીવટી સ્ટાફ હરકતમાં આવી ગયા હતા અને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

જે બાદ તપાસ કરાતા નવી નગરી વિસ્તારમાં ખુલ્લી ગટરનું પાણી પીવાના પાણીની લાઇનમાં મિશ્ર થયું  હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.જો કે સરપંચના જણાવ્યા અનુસાર આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે.

ચાર જગ્યાએ લીકેજ છે  આરોગ્ય ખાતાના ડોક્ટર

આ અંગે વાઘરોલી આરોગ્ય વિભાગના ડૉ.સતીષ સુથારીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે વાડદ ગામમાં ચાર જગ્યાએ લીકેજ થયુ છે. જેમાં સંપ પાસે,મેઇન લાઇનમાં,ગ્રામપંચાયત પાસે,જમીયત ખાનાના ઓટલા પાસે,અને મલેકવાડા ધંટી પાસેના કોઇ પણ સ્થળે. જેને કારણે પાણી દૂષિત થયું છે અને રોગચાળો ફેલાયો છે. હાલ ૨૦ જણાની મેડીકલની  ટીમ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ઘેર ધેર ૩૦૦૦ જેટલી ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરી રહી છે અને અન્ય દર્દીઓને તપાસી રહી છે.

વોટર વર્કસનું પાણી બંધ ટેન્કરની વ્યવસ્થા કરાઈ

આ અંગે ગળતેશ્વર તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભગવાનસિંહ સોઢાપરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સર્કલ ઇન્સપેકટર,તલાટી,સરપંચ અને માજી સરપંચે તાત્કાલિક અસરથી વોટર વર્કસનુ પાણી બંધ કરવામાં આવ્યુ છે.અને ગામમાં ટેન્કર  દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.નવી પાણીની પાઇપ લાઇન નાખવા માટે સુચનાઓ પણ આપી દેવામાં  આવી છે.

ઘેર ઘેર તપાસ ચાલુ

આ અંગે ખેડા જિલ્લા પંચાયત નડિયાદના આરોગ્ય શાખાના ડૉ.અજીત ઠાકરેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે ઝાડા ઉલ્ટીના કેસોની જાણ થતા ખેડા જિલ્લાની આરોગ્ય ટીમ વાડદ ખાતેના આરોગ્ય સબસેન્ટરમાં પહોચી ગઇ છે.જેમાં ૧૦ એમપીએચ વર્કર,૨ સુપરવાઇઝર, ૩ મેડીકલ ઓફિસર ઉપરાંત ઠાસરા-ગળતેશ્વરના ડૉ.રજનીકાંન્ત પટેલ અને ઠાસરા-ગળતેશ્વર તાલુકા આરોગ્યની ટીમો દ્વારા ઘેર ઘેર ફરીને વધુ તપાસ અને ચકાસણી હાથ ધરાઇ છે.

ગંભીર રોગચાળાનો ભોગ બનેલા દર્દીઓ

(૧)જ્યોતીબેન હિતેષભાઇ પરમાર

(૨)રંજનબેન સોમાભાઇ પરમાર

(૩)જસંવતભાઇ છોટાભાઇ પરમાર

(૪)દેવરાજ મહેન્દ્રસિંહ પરમાર

(૫)હરેશકુમાર પરમાર

(૬)શારદાબેન પરમાર

(૭)ફેયાંક અશ્વિનભાઇ પરમાર

(૮)મહેકબાનુ નાસીરહુસેન શેખ

(૯)સરોબીબી ઝાકીરહુસેન શેખ

(૧૦)મોહંમદ ઝાકીરહુસેન શેખ

(૧૧)ઇસ્માઇલમીંયા કાસમમીયા બેલીમ

(૧૨)તાજુદીન મયુદીન સૈયદ

(૧૩)મુમતાઝબીબી હુસેનમીયા મલેક

(૧૪)હુસેનમીયા શરીરૂમીંયા મલેક

(૧૫)અરમાનહુસેન અલ્તાફ હુસેન

(૧૬)શબીનાબાનુ ઇદ્રીશમીયા બેલીમ

(૧૭)મુશ્કાનબાનુ ઇદ્રીશમીયા બેલીમ

(૧૮)જીશાન રફીકમીંયા બેલીમ 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K4U9YO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages