
નડિયાદ, તા. 27 મે 2019, સોમવાર
સુરત શહેરમાં થયેલી આગ દુર્ઘટના બાદ રાજ્યના મોટાભાગના શહેરો, નગરો અને યાત્રાધામોમાં તંત્ર સાબદું થઈ ગયુ છે.જેમાં યાત્રાધામ ડાકોર પણ આમાંથી બાકાત રહ્યું નથી.પાલિકા દ્વારા વિવિધ કચેરીઓમાં તપાસ કર્યા બાદ ફાયર સેફ્ટી ન હોવાને કારણે લગભગ ૫૦ એકમોને નોટીસ મોકલવામાં આવી છે.જેમાં ટયુશન ક્લાસીસો, ગેસ્ટહાઉસો, હોટલો અને મોટા કોમ્પલેક્ષોનો સમાવેશ થાય છે. તે જ રીતે ખેડા શહેરમાં પણ આજે તંત્ર દ્વારા ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવી હતી.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં શોર્ટ સર્કીટને કારણે લાગેલ આગના બનાવથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ સાથે શોક વ્યાપ્યો છે. ત્યારે ખેડા જિલ્લા તંત્ર જાગી ગયું છે.રાજ્યના નાના મોટા અનેક નગરો,શહેરોમાં તંત્ર દ્વારા વિવિધ કોમ્પ્લેક્ષો, ક્લાસીસ, ઇન્સ્ટિટયુટ, શાળાઓ, કોલેજો, હોસ્પિટલોમાં તપાસ હાથ ઘરવામા આવી છે.જેને પગલે આજે સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોર અને ખેડામાં તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ડાકોરના સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા તપાસ કરાવતા નગરની સરકારી કચેરીઓેમાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનુ સામે આવ્યુ છે.જેને પગલે પોલીસ સ્ટેશન,પશુ દવાખાના,માર્ગ મકાન વિભાગ,સરકારી શાળાઓ,સરકારી હોસ્પિટલ,ગાયકવાડની હવેલી વગેરે સરકારી કચેરીઓમાં નોટીસો આપવામા આવી છે.મહત્વની વાત એ છે કે કાયદાની ગાઈડલાઈન કરતી કચેરીઓમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. એન.એના રીપોર્ટમા સ્પષ્ટપણે ફાયર સેફ્ટીનો ઉલ્લેખ કર્યા બાદ જ પરવાનગી અપાતી હોવા છતા ઉપરની કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી ન હતી. ડાકોર નગરપાલીકા દ્વારા સરકારી તેમજ ખાનગી કચેરીઓને નોટીસ મોકલવામાં આવી છે.જેમાં ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા અને તમામ ડોક્યુમેન્ટ રજુ કરવા લોકોને જણાવવામાં આવ્યું છે.તંત્ર દ્વારા હજુ પણ નોટીસો બજાવવાની અને સર્વેની કામગીરી ચાલુ છે.
એ જ રીતે આજરોજ ખેડા પાલિકા દ્વારા વિવિધ એકમોને નોટીસો ફટકારવામાં આવી છે.જેમાં ટયુશન ક્લાસીસ,હોટલો અને સિનેમા ઘરની પડતાલ કરવામાં આવી હતી.ખેડા પાલિકા દ્વારા આજરોજ કિશન કોમ્પલેક્ષમાં આવેલ ટયુશન ક્લાસીસ અને નર્સીગ પેરા મેડીકલ ઇન્સટીટયુટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે કિશન કોમ્પલેક્ષ ખેડા નગર પાલિકા હસ્તેક હોવા છતા પાલિકાના શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના સાઘનોની ઉણપ છે.જ્યારે ખેડા પાલિકા પાસે આવેલ બે સાઘનોમાં પણ એક સાઘનને વિમો નથી.જ્યારે બીજા સાઘનને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ ન હોવાનુ લોક મુખે ચર્ચાઇ રહ્યુ છે.ખેડા પાલિકા દ્વારા ધોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાતા લોકમુખે આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.જ્યારે આજના દિવસે પાલિકા દ્વારા ફક્ત બે સ્થળે ચેકીંગ હાથ ધરીને સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8IwQE
No comments:
Post a Comment