વ્યાજખોરો પર તવાઇ લાવવા માટે વડોદરા પોલીસનો એક્શન પ્લાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

વ્યાજખોરો પર તવાઇ લાવવા માટે વડોદરા પોલીસનો એક્શન પ્લાન

વડોદરા, તા.14 મે,2019,મંગળવાર

વ્યાજખોરાનો ચક્કરમાં ફસાઇને સામૂહિક આત્મહત્યા કરવા સુધીની નૌબત આવી જતી હોય તેવા કિસ્સા ઘણીવાર બનતા હોય છે.જેથી વ્યાજખોરો પર તવાઇ લાવવા માટે વડોદરા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

વ્યાજખોરોના ચક્કરમાં ફસાતા લોકો દેવાના ડુંગર તળે એટલી હદે દબાઇ જતા હોય છે કે કેટલીક વાર તો વ્યાજે લીધેલી રકમ કરતાં તેનું ત્રણ થી ચાર ગણું વ્યાજ ચૂકવી દેવા છતાં મુદ્દલ બાકી રહેતી હોય છે.કેટલાક કિસ્સાઓમાં મકાનો પણ લખાવી લેવામાં આવતા હોય છે.

પોલીસ કમિશનરે વ્યાજખોરોના ચક્કરમાં ફસાઇને આત્મહત્યા માટે મજબૂર બનતા દેવાદારોને આવા પગલાં ભરતાં અટકાવવા માટે અને ગેરકાયદેસર વ્યાજખોરીના ધંધા પર લગામ લગાવવા માટે લોકદરબારનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

લોકદરબારમાં દેવું થઇ ગયું હોય અને વ્યાજખોરોની હેરાનગતિથી પરેશાન થઇ હોય તેવી વ્યક્તિને સાંભળી તત્કાળ પગલાં લેવામાં આવશે.આગામી તા.૧૬મીએ સાંજે પ વાગે ઝોન-૪ હેઠળ આવતા સિટી,બાપોદ, વારસીયા, કારેલીબાગ,હરણી અને સમા પોલીસ સ્ટેશનના વિસ્તાર માટે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.જેમાં પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહેશે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કહ્યું હતું કે,લોકદરબારમાં રજૂઆત કરવા આવનાર વ્યક્તિની એફઆઇઆર નોંધી તેને મદદ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં મળેલી સફળતાને પગલે વડોદરામાં એક્શન પ્લાન 

વ્યાજખોરોમાં ફસાયેલા લોકોને લોકદરબાર સુધી લાવવા માટે પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે.

ડીસીપી સરોજકુમારીએ કહ્યું હતું કે,વ્યાજખોરો સામેની ઝુંબેશ સમગ્ર શહેરમાં જારી રાખવામાં આવશે.વ્યાજખોરોના ભયથી દૂર રહી લોકો પોલીસ સ્ટેશન સુધી આવે તે માટે રિક્ષા દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે.જ્યારે,પોલીસ સ્ટેશનમાં તેમજ જાહેર સ્થળોએ બેનર્સ-પોસ્ટર્સ મુકવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,રાજકોટ પોલીસ કમિશનરના કાર્યકાળ દરમિયાન આ  પ્રકારની ઝુંબેશ ચલાવતાં તેને સફળતા મળી હતી  અને વ્યાજખોરી સામે ૨૬૫ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

લોકદરબારના સ્થળે થી જ વ્યાજખોરોને ઉઠાવી લાવવા ૨૦ ટીમો તૈયાર 

વ્યાજખોરો સામે સકંજો કસવા માટે યોજાનાર લોકદરબારના કાર્યક્રમના સ્થળે થી જ વ્યાજખોરોને પકડવા માટે પોલીસની ટીમો રવાના થશે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોએ લોકદરબારમાં અરજી,ફોટા તેમજ પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે.

જે કિસ્સામાં વ્યાજખોરોની ખોટી રીતે હેરાનગતિ જણાઇ આવશે તો તેવા લોકો સામે પગલાં લેવા માટે લોકદરબારના સ્થળે હાજર રહેનાર ૨૦ જેટલી ટીમો વ્યાજખોરોને પકડવા રવાના કરવામાં આવશે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJIXED

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages