પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલો કરી લુંટ ચલાવવાની ફરિયાદ ખોટી હોવાનું તારણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલો કરી લુંટ ચલાવવાની ફરિયાદ ખોટી હોવાનું તારણ

 વડોદરા,તા,14,મે,2019,મંગળવાર

પાણીનો પ્લાન્ટ ચલાવતા વેપારી પર હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લેવાના બનાવની તપાસ દરમિયાન ખોટી ફરિયાદ નોંધાવી હોવાની વિગતો બહાર આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, વારસીયાના રાધેશ્યામ ફ્લેટમાં રહેતાં મુકેશભાઇ આહુજા ગત ૧૦મી તારીખે સરદાર એસ્ટેટમાં આવેલો પાણીનો પ્લાન્ટ બંધ કરીને પુત્રી સાથે ઘરે આવતા હતા ત્યારે સરદાર એસ્ટેટ નજીક સફેદ કલરની કારમાં આવેલા મોનુ સરદાર અને નરેન્દ્ર સાવંતે તેમને આંતરીને હુમલો કરી સોનાની ચેઇન લૂંટી લીધી હોવાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

બાપોદ પીઆઇ ટી.જી. બામણીયાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ દરમિયાન આવો કોઇ બનાવ બન્યો હોવાનું હાલના તબક્કે જણાઇ આવતું નથી આવો બનાવ તેમના પોલીસ સ્ટેશનની હદમાં બન્યો જ નથી.જેથી, ફરિયાદ ખોટી હોવાનું જણાય છે. આમછતાંય અમે આ બાબતે હજી તપાસ ચલાવી રહ્યા છે. અને પુરાવાઓ મળ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EapRAe

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages