પાલનપુર-અંબાજી હાઈવે ઉપર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

પાલનપુર-અંબાજી હાઈવે ઉપર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

પાલનપુર,તા.12 મે 2019, રવિવાર

પાલનપુરના અંબાજી હાઈવે પર આવેલા રતનપુર ગામ નજીક રવિવારના ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકી સહિત છ વ્યક્તિ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં પાલનપુરના મહેશ્વરી સમાજના લોકો ટવેરા ગાડીમાં સવાર થઈ અંબાજી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન પાલનપુર નજીક રતનપુર ગામે સામેથી પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ અંબાજી જતી ટવેરા ગાડીને ધડાકાભેર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પાલનપુરના શક્તિનગર વિસ્તારમાં રહેતા મહેશ્વરી સમાજના લોકો રવિવારના દિવસે ટવેરામાં સવાર થઈને અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં પાલનપુર નજીક અંબાજી હાઈવે પર આવેલ રતનપુર ગામ નજીક ટવેરા પસાર થઈ રહી હતી તે સમયે સામેથી કાળ બનીને પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ અંબાજી તરફ જતી ટવેરાને જોરદાર ટક્કર મારીને પાછળ આવી રહેલ બીજા પીકઅપ ડાલા સાથે અથડાતાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અંબાજી દર્શને જતા ટવેરામાં સવાર એક યુવક અને બે વૃધ્ધ સહિત ત્રણ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીમાં સવાર છ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઘાયલ ત્રણ વ્યક્તિને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

બનાવની જાણ વાયુવેગે પ્રસરતા મહેશ્વરી સમાજના આગેવાનો અને લોકો સહિત સેવાભાવી લોકો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ઘટનાના પગલે પોલીસ ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે રતનપુર નજીક એક ડી.જે.ભરેલ અને એક ગાયો ભરેલ પીકઅપ ડાલા અને ટવેરા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા વાતાવરણ ઈજાગ્રસ્તોની ચીચીયારીઓથી ગુંજી ઉઠયું હતું. બનાવમાં પાલનપુરના બે મહેશ્વરી સમાજના અને સૈની સમાજના વ્યક્તિનુ અંબાજી દર્શને જતા માર્ગ અકસ્માતમાં મોત થતા મહેશ્વરી સમાજ સહિત શહેરભરમાં શોકની લાગણી છવાઈ જવાપામી હતી.

ઈજાગ્રસ્તો

(૧) પિન્કીબેન સંજયભાઈ રાઠી, ઉ.વ.૩૫, શક્તિનગર પાલનપુર

(૨) લલીતાબેન જગદીશભાઈ રાઠી ઉ.વ.૪૫ શક્તિગનર પાલનપુર

(૩) સીમાબેન રમેશભાઈ ચોડક ઉ.વ.૩૨ શક્તિનગર પાલનપુર

(૪) જતીન દિનેશભાઈ મહેશ્વરી ઉ.વ.૧૫ કડી, ગાંધીનગર

(૫) ગવરીબેન ભેખડલાલ મહેશ્વરી ઉ.વ.૬૫ શક્તિનગર પાલનપુર

(૬) ચારવી રાજેશભાઈ ચોડક ઉ.વ.૫ શક્તિનગર પાલનપુર

મૃતક

(૧) દેવેન્દ્રભાઈ (દેવાનંદ) મોતીલાલ સૈની ઉ.વ.૭૩ બ્રિજેશ્વર કોલોની પાલનપુર 

(૨) ગોદાવરીબેન રાઠી ઉ.વ.૭૦ વડગામ

(૩) ભવ્ય અનિલકુમાર મહેશ્વરી ઉ.વ.૨૫ સુરેન્દ્રનગર



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30g7tiQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages