લાખણી તા.12 મે 2019, રવિવાર
લાખણી તાલુકાના આગથળા ગામે ડીસા તરફથી લાખણી તરફ આવી રહેલી કારને સામેથી આવી રહેલી ઇનોવા ગાડી ટકરાતા ભયાનક અકસ્માત થવા પામ્યો હતો. તેમજ બંને ગાડીના મળી ચાર વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી. જેમાના બે વ્યક્તિઓને વધુ ઇજા જણાતા લાખણી રેફરલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઊંઝાથી લાખણીના ગેળા ખાતે લગ્ન પ્રસંગે હાજરી આપવા વર્ના ગાડી નં.જીજે ૨ બીએચ૧૪૬૨ લઇને આવતાં પરિવાર અને રાજસ્થાન થી મહારાષ્ટ્ર ખાતે જતાં પરિવારની ઇનોવા ગાડી નં.એમએચ ૩૯ જી ૮૯૬૨ વચ્ચે લાખણી તાલુકાના આગથળા ગામના ઢાંકણીયા વાસ પાસે ધડાકાભેર અકસ્માત સર્જાતા બંને ગાડીના આગળના બોનેટનો ભાગ ભુક્કો થઇ ગયો હતો. તેમજ બંને ગાડીઓમાં બેઠેલા બે-બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જે ધડાકા ભેર અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો એકત્રિત થઇ ગયા હતા તેમજ ૧૦૮ ઇમરજન્સી વાન નો સંપર્ક કરી બંને ગાડીઓના તમામ ઇજાગ્રસ્તોને લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર કરી બે વધુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ડીસા ખાતે રીફર કર્યા હતા.
ઇજાગ્રસ્તોના નામ
કનુભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૦
પ્રિન્સ કનુભાઇ પ્રજાપતિ ઉ.વ.૧૦ બંને રહે.ઊંઝા જિ.મહેસાણા
ચેલારામ મૂલારામ સાયલ ઉ.વ.૩૫ રહે.રાજસ્થાન
સંગીતાબેન પ્રકાશ ચંદ્ર સાયલ ઉ.વ.૨૫ રહે.બાલોત્રા
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JglwQ5
No comments:
Post a Comment