ઉત્તર ગુજરાતમાં ગરમી અને બફારો વધતાં લોકો પરેશાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

ઉત્તર ગુજરાતમાં ગરમી અને બફારો વધતાં લોકો પરેશાન

ડીસા,તા.12 મે 2019, રવિવાર

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ વચ્ચે ફરીથી એકવાર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે-સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો બેહાલ બન્યા છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં આવેલા પલટા બાદ ગરમીનું પ્રમાણ વધવા પામ્યું છે. જ્યારે હાલમાં વાતાવરણમાં ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો બેહાલ બન્યા છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૮.૩ ડીગ્રી, પાલનપુર ૩૮, વાવ-૪૦, થરાદ ૪૦, ભાભર ૩૭, અમીરગઢ ૩૮, અંબાજી ૩૭, આબુરોડ ૩૮, ઈડર ૩૯, મહેસાણા ૪૦, ઊંઝા ૪૦, સિદ્ધફુર ૪૦, પાટણ ૩૮, મોડાસા ૩૮, હિંમતનગર ૩૮, ખેડબ્રહ્મા ૩૯ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો થવા પામ્યો છે. જ્યારે હાલમાં વાતાવરણમાં ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ વધતા લોકો બેહાલ બન્યા છે. જ્યારે આગામી દિવસોમાં હજુપણ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે હાલમાં આગામી દિવસોમાં વધારે ગરમીનો લોકોને સામનો કરવો પડી શકે છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VeU07j

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages