
મુંબઇ,તા. ૨૫ મે 2019, શનિવાર
સ્ટારકિડ્સની વાત કરીએ તો રાજકુમાર સંતોષી પોતાની આગામી ફિલ્મમાં મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીને લોન્ચ કરવાનો છે. આ ફિલ્મનું નામ 'બેડ બોય' છે અને તેની સાથે સાજિદ કુરેશીની પુત્રી ઇમરિન કુરેશીની જોડી બનશે. આ ફિલ્મ રોમેન્ટિક -કોમેડી હશે. જલદી જ આ ફિલ્મનું શૂટિંગ બેંગલુરુમાં શરૂ કરવામાં આવશે.
મિથુન રૂપેરી પડદાનો સફલ અભિનેતા અને ડાન્સર ગણાય છે. હવે તેનો પુત્ર આ ક્ષેત્રમાં કેવો દેખાવ કરે છે, તે તો સમય જ બતાવશે. પરંતુ સૂત્રના જણાવ્યા પ્રમાણે ફિલ્મ નિર્માતાએ નમાશી પાસે ઘણા ઓડિશન કરાવ્યા છે, તેને આ બધા ઓડિશનોથી સંતોષ થયા બાદ જ નમાશીને ફાઇનલ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનું શૂટિંગ બેગલુરુમાં ૬૫ દિવસ ચાલવાનું છે. આ ઉપરાંત મુંબઇમાં પણ શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મના અમુક ગીતોને ભારત બહાર ફિલ્માવવાની પણ યોજના છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા થઇ ગઇ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTLkOZ
No comments:
Post a Comment