
મુંબઇ,તા. ૨૫ મે 2019, શનિવાર
કરણ જોહરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'તખ્ત'નું કામ શરૂઆતમાં જ ધીરુ ંપડી ગયું છે. પરિણામે આ ફિલ્મની રિલીઝ લંબાઇ જાય તેવી શક્યતા છે. આ ફિલ્મ આ વરસે જ ફ્લોર પર લઈ જવાની અને તેને ૨૦૨૦ની શરૂઆતમાં રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ એમાં અવરોધ આવતાં પૂર્વ યોજના પ્રમાણે થઇ શકે એમ હાલ લાગતું નથી.
આ ફિલ્મનો મેગા સેટના નિર્માણમાં સમય વધુ લાગી રહ્યો છે. તેથી શૂટિંગની તારીખ લંબાઇ ગઇ છે. આ ફિલ્મનું શૂટિંગ જે થોડા સમયમાં શરૂ કરવાની યોજના હતી તેની બદલે હવે આ વરસના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. તેથી ફિલ્મની રિલીઝ તારીખ પર પણ આની અસર પડશે, તેમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું.
પોતાના નિર્માણ હાઉસ હેઠળ બનનારી આ ફિલ્મને કરણ જ દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મમાં બોલીવૂડના ટોચના કલાકારો કામ કરીરહ્યા છે. જેમાં રણવીર સિંહ, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકરનો કાફલો છે.
આ ફિલ્મની વાર્તા મોગલકાળના સમયની છે. કરણને આ ફિલ્મ બનાવાની ઇચ્છા 'બાહુબલી'ની અપાર સફળતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4qPsF
No comments:
Post a Comment