વડોદરા,તા.14 મે,2019,મંગળવાર
યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પાસ કરાવવાના ચકચારભર્યા કૌભાંડમાં પોલીસે યુનિવર્સિટી તરફથી કોઇ ફરિયાદ નોંધવા માટે તૈયાર નહીં હોઇ તે નક્કી થયે થી તુર્તજ ફરિયાદ નોંધાશે.
યુનિવર્સિટીમાંથી ઉત્તરવહીઓ ચોરી જઇ તેમાં સુધારા કરી પાસ કરાવવાના બહાર આવેલા કૌભાંડમાં આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ અન્ય સેનેટ-સિન્ડિકેટ મેમ્બરોએ પોલીસ કમિશનર સાથે મીટિંગકરી હતી.
તેમણે ઉપરોક્ત પ્રકરણમાં કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ નકલ માટે ચોરી કરવામાં આવી હોઇ આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇ પુરતી તપાસ કર્યા પછી ફરિયાદ નોંધવાની તૈયારી બતાવી હતી.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી તે વાત ખોટી છે.યુનિ.દ્વારા ફરિયાદી નક્કી કરવામાં આવે એટલે પોલીસ તુર્તજ એફઆઇઆર દાખલ કરી તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ebr6iu
No comments:
Post a Comment