વડોદરાના નિવૃત દંપતીના મકાનના ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ રાખી છેતરપિંડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

વડોદરાના નિવૃત દંપતીના મકાનના ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ રાખી છેતરપિંડી

વડોદરા,તા.14 મે,2019,મંગળવાર

જૂના પાદરારોડ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝન દંપતીના મકાનના ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ રાખી છેતરપિંડી કરનાર દંપતી  સામે ફરિયાદ નોંધાઇ છે.

ટયુબકંપની પાછળ દુર્ગાનગરમાં રહેતા નિવૃત કસ્ટમ એક્સાઇઝ સુપ્રિટેન્ડન્ટ મુકેશભાઇ દેસાઇએ પોલીસને કહ્યું છે કે,વલસાડના તિથલ રોડ પર અમારૃં મકાન આવેલું હોઇ તેના ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ અક્ષરચોક ખાતે ઓનિક્સ કોમ્પ્લેક્સમાં એસેન્સિયલ સ્ટુડિયોઝ નામની ઓફિસ ધરાવતા કૃણાલ શાહ સાથે વાત થઇ હતી.

રૃા.૧૦ લાખમાં કામ નક્કી થયું હોવા છતાં કૃણાલ શાહ અને અન્ય લોકોએ રૃા.૨.૭૫ લાખ તેમજ ૩૫૦૦ યુએસ ડોલર મળી અંદાજે રૃા.૧૩ લાખ જેટલી રકમ મેળવી હોવા છતાં સમય મર્યાદામાં કામ કર્યુ નથી અને વધુ રકમની માંગણી કરી કામ અટકાવી દીધું છે.તેઓ પેટા કોન્ટ્રાક્ટરોને પણ કામ કરવા દેતા નથી અને ધાકધમકી આપી રહ્યા છે.

ઉપરોક્ત ફરિયાદને આધારે જે પી રોડ પોલીસે કૃણાલ શાહ અને તેની પત્ની ડિમ્પી શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJX64J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages